હવે ઘરે જ કરો ખીલની સારવાર

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ચહેરા પર જ્યારે ગંદકી જમા થવા લાગે છે, અને જો તમારી ત્વચા વધુ તૈલી(ઓઇલી) છે તો ખીલ જરૂર થશે. ગરમી પણ એક મોટું કારણ છે લૂ થી આપણી ત્વચા બરછટ અને પાણીના અભાવે આપણી ત્વચા કોમળતા ગુમાવવા લાગે છે. જેના લીધે પહેલા બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ થાય છે અને જો તેની સારવાર યોગ્ય સમયે ના કરવામાં આવે તો ખીલ પણ થાય છે.

આમ તો બજારમાં ઘણા પ્રકારના ફેશવોશ અને ક્રીમ ખીલને દૂર કરવા માટે ઉપલબ્ધ છે. પરંતુ આપણે બહાર જવાની જરૂર શું જરૂર જ્યારે બધુ ઘરમાં હાજર હોય.

બેકિંગ સોડા

બેકિંગ સોડા

આ ખીલ માટે સૌથી સારો ગણવામાં આવે છે, આ બ્લેકહેડ્સ અને વાઇટ હેડ્સને સાફ કરી ત્વચાને ચમકદાર બનાવે છે. એક ચમચી સોડામાં થોડા ગરમ પાણી સાથે મધ મીક્સ કરો તેને તમારા ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ધોઇ દો.

ટી ટ્રી ઓઇલ

ટી ટ્રી ઓઇલ

આ ત્વચા માટે સારું એન્ટીસેપ્ટિક અને એન્ટીમાઇક્રોબીઅલ છે. બે મોટી ચમચી ડિસ્ટિલ્ડ વોટરમાં એક ચમચી બેકિંગ સોડા અને મધ અને 5-6 ટપકાં ટી ટ્રી ઓઇલના લો. તેને સારી રીતે મિક્સ કરી ફેસ પેક તૈયાર કરો અને ચહેરા પર લગાવો, આ તમારા ખીલની સમસ્યામાંથી છુટકારો અપાવશે.

ધાણા અને ફૂદીનાનો રસ

ધાણા અને ફૂદીનાનો રસ

ગરમીઓમાં ધાણા અને ફૂદીના તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. એક ચમચી ધાણા અથવા ફૂદીનાનો રસ લો તેમાં એક ચપટી હળદર મિક્સ કરો, તેને દરરોજ રાત્રે સૂતાં પહેલાં લગાવો.

મધ અને તજ

મધ અને તજ

મધ અને તજ પાવડરની પેસ્ટ બનાવો અને સૂતાં પહેલાં તેને લગાવીને સુઇ જાવ. સવારે નવશેકા પાણી વડે ધોઇ દો.

કોબીજના પાંદડા

કોબીજના પાંદડા

કોબીજના પાંદડાને વાટીને તેને ખીલ પર લગાવો તેને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી રાખો. દરરોજ લગાવવાથી ફરક જોવા મળશે.

મીઠું અને લીંબુનો રસ

મીઠું અને લીંબુનો રસ

અડધી ચમચી મીઠામાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરો તેને 20 થી 30 મિનિટ માટે રાખો, પછી હળવા હાથ વડે ઘસો અને પછી સાફ કરી દો. તમારા ખીલમાં આરામ જોવા મળશે.

English summary
Acne, pimples, blackheads, and whiteheads appear usually on oily skin due to clogged skin pores. Here are anti acne treatment at home. These home remedies are best for acne.
Story first published: Thursday, February 2, 2017, 11:30 [IST]
Please Wait while comments are loading...