Just In
Don't Miss
ગાલની આજુબાજુની લટકતી ત્વચાને ટાઇટ કરવા માટે ફેસ મૉસ્ક
મહિલાઓ પોતાની ત્વચાની બહુ સંભાળ કરે છે. આખરે સુંદર દેખાવું પણ તો મહત્વનું છે. આપણી ત્વચા આપણા શરીરનું સૌથી મોટુ અંગ હોય છે. શરીરના અન્ય ભાગોની સરખામણીમાં ચહેરાની ત્વચા પાતળી હોય છે.
સમય સાથે ગુરુત્વનાં કારણે આપણી નાજુક ત્વચા લટકવા લાગે છે. તેના કારણે કરચલીઓ પડવા લાગે છે. કરચલીઓ વધતી ઉંમરનો પ્રથમ સંકેત હોય છે.
કોલેજનના ઓછા ઉત્પાદનનાં કારણે પણ ચહેરાની ત્વચા ઢીલી પડવા લાગે છે. સૌપ્રથમ ગાલની આજુબાજુની ત્વચા લટકે છે.
કોઈને પણ વૃદ્ધ દેખાવું ગમતું નથી, પરંતુ યુવાન દેખાવા માટે જરૂરી છે કે વૃદ્ધાવસ્થાનાં સંકેતો જેમ કે કરચલીઓ અને લટકેલી ત્વચાથી બચવામાં આવે. બજારમાં ઘણા પ્રકારની ક્રીમ્સ અને પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે કે જે કરચલીઓ અને વધતી ઉંમરનાં અન્ય લક્ષણોને આવતા રોકે છે.
જોકે તેમની કોઈ અસર થતી નથી. કેટલીક ઘાતક પ્રક્રિયાઓ જેમ કે બોટૉક્સ અને અન્ય ફિલર્સથી આવશ્યક પરિણામ મળી શકે છે.

1) એગ વ્હાઇટ (ઇંડાની સફેદી) અને મુલ્તાની માટીથી બનેલુ ફેસ પૅક
એગ વ્હાઇટમાં સ્કિનને ટાઇટ કરવાનો ગુણ હોય છે. મુલ્તાની માટી આ ફેસ પૅકને વધુ પ્રભાવશાળી બનાવે છે.
આવશ્યક સામગ્રી
- 2 ટેબલ સ્પૂન મુલ્તાની માટી
- 1 ઇંડાની સફેદી
- જો આપની ત્વચા શુષ્ક છે, તો કેટલાક ટીપાં ગ્લિસરીન
વિધિ
- ઇંડાની સફેદ ફેંટો, જ્યાં સુધી કે તે હળવી ન થઈ જાય.
- તેમાં મુલ્તાની માટી મેળવો અને ફરી ફેંટો.
- તેમાં કેટલાક ગ્લિસરીનનાં મેળવો અને આ મૉસ્ક ચહેરા પર લગાવો.
- તેને 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણથી ધોઈ લો.

2) મધ અને અવોકેડો મૉસ્ક
મધ એક પ્રાકૃતિક બ્લીચિંગ અને મૉઇશ્ચરાઇઝિંગ એજંટ છે. અવોકેડોમાં વિટામિન્સ તથા મિનરલ્સ પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે આપની ત્વચાને ચમકદાર બનાવે છે. તેનાથી કોલેજનનું ઉત્પાદન પણ વધે છે. નિયમિત રીતે આ મૉસ્ક ઉપયોગ કરવાથી ત્વચાને લટકવાથી બચાવી શકાય છે.
આવશ્યક સામગ્રી
- 1 પાકેલા અવોકેડોની લુગ્દી
- 2 ટી સ્પૂન મધ
- 1 વિટામિન ઈ કૅપ્સૂલ
વિધિ
- અવોકેડોની લુગ્દીને એક વાટકીમાં મસળો.
- તેમાં મધ અને વિટામિન ઈ મેળવો.
- તમામ વસ્તુઓ સારી રીતે મેળવો અને આ મિશ્રણ ચહેરા પર લગાવો.
- આને 20 મિનિટ સુધી લગાવીને રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

3) મધ અને બ્લ્યુબેરીઝ ફેસ મૉસ્ક
બ્લ્યુબેરીઝમાં એંટી-ઑક્સીડંટ ગુણો હોય છે કે જે વધતી વયનાં લક્ષણોને ઓછા સહાયક હોય છે. મધ ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાની સારવાર પણ કરે છે. આ ફેસ મૉસ્કથી માત્ર કરચલીઓ જ ઓછી નથી થતી, પણ તેનાથી આપની ત્વચા ચમકદાર પણ બને છે.
આવશ્યક સામગ્રી
- 1/2 કપ બ્લ્યુબેરીઝ
- 2 ટી સ્પૂન મધ
વિધિ
- બ્લ્યુબેરીઝને મિક્સીમાં વાટી લો.
- તેને વાટકીમાં કાઢો અને તેમાં મધ મેળવો.
- આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી લાગેલું રહેવા દો.
- 15 મિનિટચ બાદ ધીમે-ધીમે મસાજ કરી ધોઈ લો.

4) એલોવેરા અને ઑરેંજ ફેસ મૉસ્ક
આ પૅક કે જે બે ઘટકો છે, તેમાં કરચલીઓ સામે લડવાનો ગુણ હોય છે. મનુષ્યો માટે એલોવેરા બહુ મોટી ભેટ છે અને ઑરેંજમાં વિટામિન સી હોય છે કે જે ઉપચારક ગુણો માટે જાણીતું છે. આ મૉસ્ક વાસ્તવમાં ચમત્કારી હોય છે.
આવશ્યક સામગ્રી
- 1 તાજુ તોડેલુ એલોવેરાનું પાંદડું
- 1 સંતરાનુ લુગ્દી
- 1 ટી સ્પૂન કૉર્ન ફ્લોર
વિધિ
- એલોવેરાના પાંદડાથી જૅલ કાઢો.
- ઑરેંજની લુગ્દીને જૅલમાં મેળવો.
- તેમાં કૉર્ન સ્ટાર્ચ મેળવો કે જેથી આપ આ મિશ્રણને સરળતાથી ચહેરા પર લગાવી શકો.
- આ પૅક અડધો કલાક સુધી ચહેરા પર લાગેલુ રહેવા દો.
- બાદમાં તેને ધોઈ નાંખો અને ફરક આપ પોતે અનુભવશો.