5 રીતે સુંદર બનાવે છે ગોડ, તેની સામે તમામ ક્રીમ છે ફેલ

Posted By: Super Admin
Subscribe to Boldsky

જ્યારથી બજારમાં ખાંડની શરુઆથ થઈ, ત્યારથી લોકોએ ગોડ ખાવાનું જાણે બંધ જ કરી નાંખ્યું છે. ગોડ આરોગ્ય માટે જેટલો સારો હોય છે, તેટલો જ ત્વચાની સુંદરતા નિખારવાનાં પણ કામે આવે છે.

શુદ્ધ ગોડ ખાવાથી શરીરને આયર્ન અને વિટામિન પ્રાપ્ત થાય છે કે જેથી બીમારીઓ તો દૂર થાય જ છે, સાથે-સાથે ત્વચામાંથી ડાભા અને ધબ્બા દૂર થાય છે તેમજ વાળ પણ સુંદર બને છે.

જો આપે પોતાનું સૌંદર્ય નિખારવું હોય, તો ગોડ ખાવાનું આજથી જ શરૂ કરી દો. તેને ખાવાની ઘણી રીતો છે કે જેના વિશે અમે આપને આ આર્ટિકલમાં જણાવીશું.

Beauty Benefits Of Jaggery

એક્ને અને પિંપલ દૂર કરે
જો આપ નિયમિત રીતે ગોડનું સેવન કરો છો, તો આપનાં ચહેરા પરથી કાળા ડાઘા-ધબ્બા અને પિંપલ્સ વિગેરે દૂર થવા લાગશે. આપ ચહેરા માટે પૅક પણ બનાવી શકો છો કે જેના માટે 1 ચમચી ગોડ કે બ્રાઉન શુગરમાં 1 ચમચી ટામેટાનો રસ, અડધા લિંબુનો રસ, એક ચપટી હળદર તથા જરૂરિયાત મુજબ ગરમ ગ્રીન ટી મેળવો. પછી તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો અને પછી ચહેરો ધોઈ નાંખો.

Beauty Benefits Of Jaggery

એંટી-એજિંગ માટે પણ સારો
ગોડમાં એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ફ્રી રૅડિક સામે લડવામાં સહાયક હોય છે. તેનાથી ઉંમર ઓછી થવા લાગે છે અને ચહેરાની કરચલીઓ દૂર થઈ જાય છે.

Beauty Benefits Of Jaggery

ગાઢ અને સુંદર વાળ માટે
ગોડનાં પૅકમાં આપને ઢગલાબંધ આયર્ન અને વિટામિન સી મળશે કે જે નબળા વાળ માટે સારા ગણાય છે. જો ગોડને મુલતાની માટી, દહીં તથા પાણી સાથે મેળવી વાળ માટે પૅક બનાવીને લગાવવામાં આવે, તો વાળનું ગ્રોથ થશે, વાળ ગાઢ પણ બનશે અને સ્મૂથ પણ થશે.

Beauty Benefits Of Jaggery

સ્કિનને અંદરથી પોષણ પહોંચાડે
ગોડમાં ઘણા બધા મિનરલ્સ તેમજ વિટામિન્સ હોવાનાં કારણે તે એક પ્રાકૃતિક ક્લીંજરની જેમ કામ કરે છે. તે કબજિયાત થતા રોકે છે કે જે સ્કિનમાં ગ્લો ભરે છે, શરીરને હાઇડ્રેટ રાખે છે અને સ્વસ્થ રાખે છે. આપે દરરોજ હળવા ગરમ પાણીમાં કે પછી ચામાં ખાંડનાં સ્થાને ગોડ મેળવી પીવું જોઇએ.

Beauty Benefits Of Jaggery

રક્ત શુદ્ધ કરે
ગોડ રક્તને અંદરથી સાફ કરે છે અને એનીમિયાથી બચાવે છે. જો રક્ત સ્વચ્છ છે, તો આપનાં શરીર પર ક્યારેય ગુમડા-ફુંસીઓ નહીં નિકળે. તેથી તેનું નિયમિત સેવન કરો.

Beauty Benefits Of Jaggery

સાવચેતી :
ઓવરવેટ કે પછી ડાયાબિટીઝથી પીડિતા લોકોએ ગોડ ખાતા પહેલા જૉક્ટરની સલાહ લેવી જોઇએ.

English summary
Well, the wonders of jaggery are not just restricted to health benefits, it also works as an incredible beauty product, replacing number of your cosmetics in your kitty. So, here’s how it helps in enhancing one’s beauty.
Story first published: Monday, October 24, 2016, 10:41 [IST]