ઘરમાં મીઠાના આ પ્રયોગો વડે નાકના બ્લેકહેડ્સમાંથી છુટકારો

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ભલે તમારા ચહેરો ગમે તેટલો ચમકદાર કેમ ન હોય પરંતુ જો નાક પર બ્લેકહેડ્સ છે, તો સમજી લો કે તમારું બધું કરેલું બેકાર ગયું. બ્લેકહેડ્સને દૂર કરવા માટે સારી છે ઘરમાં હાજર મીઠું. જી હાં, તે મીઠું જે તમારા ખાવામાં સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તે જ બ્લેકહેડ્સને પણ સાફ કરી શકે છે.

તમે મીઠાની સાથે અન્ય સામગ્રી જેમ કે, ગુલાબજળ, દહીં, લીંબૂ, બેસન અને ટૂથપેસ્ટ વગેરે મિક્સ કરી પેસ્ટ બનાવી લગાવી શકો છો. આ ઘરેલૂ નુસખો સારું રિઝલ્ટ આપશે. આ નુસખો ફક્ત થોડા દિવસ નિયમિતરૂપે અજમાવો અને પછી જુઓ ના ફક્ત બ્લેકહેડ્સ જ દૂર થઇ જશે પરંતુ ચહેરા પરથી ધૂળ, માટી અને ડેડ સ્ક્રીન પણ સાફ થઇ જશે.

Salt Recipes For Blackheads

મીઠું અને રોઝ વોટર
બ્લેકહેડ્સને દૂર કરવા માટે એક નાની ચમચી મીઠું અને એક ચમચે ગુલાબજળને કટોરીમાં મિક્સ કરો. મોડું કર્યા વિના તેને તમારા નાક અથવા તે જગ્યા પર ઘસો જ્યાં બ્લેકહેડ્સ હોય. ગુલાબજળથી ચહેરાની ચમક વધશે. આ રીતને અઠવાડિયામાં એકવાર કરો.

Salt Recipes For Blackheads

મીઠું અને ખાંડ
એક વાટકીમાં 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું મિક્સ કરો. તેના વડે હળવા હાથે નાક પર ગોળાઇમાં મસાજ કરો 15 મિનિટ બાદ, જ્યારે તે સુકાઇ જાય ત્યારે લીલા કોટનના બોલ વડે સાફ કરો.

Salt Recipes For Blackheads

મીઠું અને મધ
1 ચમચી મધમાં 2 ચમચી કાળું મીઠું મિક્સ કરો. તેનાથી બ્લેકહેડ્સની સાથે ડેડ સ્કીન પણ સાફ થાય છે. તેને અઠવાડિયામાં બે વખત ટ્રાય કરો.

Salt Recipes For Blackheads

મીઠું અને બેસન
એક કટોરીમાં 1 ચમચી બેસન, 2 ચમચી દૂધ અને 1 ચમચી મીઠું મિક્સ કરો. આ પેસ્ટને ગાઢ બનાવો અને બ્લેકહેડ્સ પર લગાવો. 15 મિનિટ બાદ તેને લગાવીને સાફ કરી દો. તેનાથી બ્લેકહેડ્સ તો સાફ થશે જ સાથે સાથે ચહેરો ગ્લો કરશે.

Salt Recipes For Blackheads

મીઠું અને લીંબૂનો રસ
સૌથી પહેલાં બ્લેકહેડ્સવાળી જગ્યાને લીંબૂના રસથી મસાજ કરો. પછી તે લીલા ચહેરા પર મીઠું લગાવીને ગોળાઇમાં હળવા હાથ વડે મસાજ કરો. 10 મિનિટ બાદ ગરમ પાણી વડે ચહેરો ધોઇ દો. આ રીતને 8 દિવસ બાદ ફરી કરો.

Salt Recipes For Blackheads

મીઠું અને ટૂથપેસ્ટ
નાક અથવા અન્ય જગ્યા પર ટૂથપેસ્ટ લગાવો અને પછી મીઠું તેના પર લગાવો. તેને ઉપરના ડાયરેક્શન પર ઘસો. બ્લેકહેડ્સની સાથે આ રફ ત્વચાને પણ સાફ કરી દેશે.

Salt Recipes For Blackheads

દહીં અને મીઠું
બ્લેકહેડ્સવાળી જગ્યા પર મીઠાવાળા પાણીથી મસાજ કરીને 15 મિનિટ બાદ તેના પર ઘટ્ટ દહીં લગાવીને હળવા હાથે મસાજ કરો. તેનાથી તમારા ચહેરા પર થનાર બળતરા દૂર થશે.

English summary
These salt recipes for blackheads are wonderful for your skin. Take a look at how helpful it can be in removing blackheads.
Story first published: Wednesday, November 23, 2016, 11:30 [IST]