For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્નની થોડીક ક્ષણો પહેલા માટે દરેક દુલ્હને ખબર હોવી જોઇએ આ ટિપ્સ

By Lekhaka
|

લગ્નનાં દિવસે જો આપ સુંદર લાગશો, તો તેનાંથી સૌથી વધુ ખુશી આપને જ થશે. સાથે જ આપ આત્મવિશ્વાસ સાથે પોતાનો આ ખાસ દિવસ એંજૉય પણ કરી શકશો. લોકોનાં વખાણ સાંભળવા માટે દરેક દુલ્હન પોતાનાં ખાસ દિવસે સૌથી સુંદર દેખાવા માંગે છે.

ગ્રૂમિંગ સેશનમાં જે કંઈ પણ શીખવાડવામાં આવશે, તેનાંથી શ્રેષ્ઠ તો આપ ઘેર બેઠા જ શીખી શકો છો. તેનાં માટે બસ આપને થોડીક માહિતી હોવાની જરૂર છે કે. તેનાં પછી આપને કોઈ ગ્રૂમિંગ સેશનની જરૂર નહીં પડે.

આ ખૂબ આસાન ટ્રિક્સછે કે જેમને દુલ્હન પોતે પોતાનાં લગ્નનાં દિવસે અજમાવી શકે છે. મેક્પ બાદ વૅન્યૂમાં એંટ્રી કરતા પહેલા કોઈ પણ દુલ્હન આ ટિપ્સ અપનાવી પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. સાથે જ તેમને પોતાને અંદરથીપણ સુંદરતાનો અહેસાસ થશે.

તો ચાલોજાણીએ આ ટિપ્સ વિશે :

1. ત્વચા ચમકાવવી

1. ત્વચા ચમકાવવી

લગ્નનાં દિવસે દરેક દુલ્હન સાતે આવું જ કરવામાં આવે છે. કારણ કે સૌની નજરો આપનાં ચહેરા પર હશે, તેથી મેકઅપ આર્ટિસ્ટ સૌથી વધારે મેકઅપ આપનાં ચહેરા પર જ કરે છે. અંતે થાય છે શું ? આપનાં ચહેરા પર લગાવવામાં આવેલ તમામ કૉસ્મેટિક્સ કે જેમાં કેમિકલ્સ હોય છે, તે આપની ત્વચાને નુકસાન પહોંચાડી દે છે.

ત્વચાને પુરતાં મૉઇશ્ચરાઇઝની જરૂર હોય છે. દરેક વખતે ચહેરો ધોયા બાદ અને પહેલા ત્વચાને મૉઇશ્ચરાઇઝ કરવાની જરૂર પડે છે અને રાત કરતા દિવસનાં સમયે ત્વચાને વધુ મૉઇશ્ચરાઇઝ કરવાની જરૂર હોય છે.

2. મીઠું, ખાંડ અને આલ્કોહલ ફેંકી દો

2. મીઠું, ખાંડ અને આલ્કોહલ ફેંકી દો

આલ્કોહલ, મીઠું અને ખાંડનાં પ્રયોગથી ચહેરા પર ફુલાવો આવી જાય છે અને સ્વાભાવિક વાત છે કે આપને લગ્નનાં દિવસે આવી કોઈ સમસ્યા નહીં જોઇતી હોય. ચહેરા પરઆંખોની આજુબાજુનાં ભાગે આ સમસ્યા વધારે થાય છે.

લગ્નનાં એક અઠવાડિયા પહેલા જ આ વસ્તુઓનું સેવન બંધ કરી દો. લગ્ન થતાં જ આપ જેટલી મરજી હોય, તેટલું આ વસ્તુઓનું સેવન કરી શકો છો.

3. હાથોની કરો સંભાળ

3. હાથોની કરો સંભાળ

જેવું કે અમે આપને પહેલા જ કહી ચુક્યાં છીએ કે ત્વચાને ભેજની જરૂર હોય છે. ચહેરા ઉપરાંત આપનાં હાથોને પણ પુરતાં પ્રમાણમાં ભેજની જરૂર પડે છે. જેટલું શક્ય હોય, ત્વચાને મૉઇશ્ચરાઇઝ અને એક્સફોલિએટ જરૂર કરો.

4. કોઈને હંમેશા સાથે રાખો

4. કોઈને હંમેશા સાથે રાખો

આપને આ મજાક લાગતી હશે, પરંતુ આ સાચું છે. આપની પાસે કોઈ એવી વ્યક્તિ જરૂર હોવી જોઇએ કે જે લગ્નનાં દિવસે સતત આપનું ધ્યાન રાખી શકે. સાથે જ જરૂર પડતાં આપની બૅગ પણ સંભાળે.

પોતાનાં આ બૅગમાં આઈ અને લિપ કૉસ્મેટિક્સની સાથે-સાથે સ્ટેજન રિમૂવર, ટિશ્યુ અને બૅબી પિંસ રાખો. આપની બૅગમાં ટચ અપનો સમગ્ર સામાન જરૂર હોવોજોઇએ. લગ્નનાં દિવસે કોઈ પણ સમયે આપને આવી વસ્તુઓની જરૂર પડી શકે છે.

5. સ્પ્રેનો પ્રયોગ

5. સ્પ્રેનો પ્રયોગ

લગ્ન વાળા દિવસની સાંજે આપને આ વસ્તુની બહુ જરૂર પડી શકે છે. મેકઅપ આર્ટિસ્ટનાં ગયા બાદ આપને તેની બહુ જરૂર પડે છે. મેકઅપ આર્ટિસ્ટનાં ગયા બાદ જો આપનું મેક્પ ઓછું થવા લાગે કે ખરાબ થઈ રહ્યું હોય, તો આપનું ડરવું તો સ્વાભાવિક છે.

પોતાનાં મેકઅપ આર્ટિસ્ટને જરૂર પૂછી લો કે તે આપની ત્વચા પર કયો કલર અને શેડ લગાવી રહ્યાં છે કે જેથી આપ આસાનીથી ટચઅપ કરી શકો. તે પછી સ્પ્રેથીઆપ પોતાનાં મેકઅપને લાંબા સમય સુધી જાળવી રાખી શકો છો.

6. પાણી પીવું

6. પાણી પીવું

પાણી પીવાની કોઈ લિમિટ નથી. આપ જેટલું ઇચ્છો, તેટલું પાણી પી શકો છો. ખાસ તો લગ્નનાં એક દિવસ પહેલા તો આપે બહુ બધુ પાણી પીવું જોઇએ કે જેથી લગ્નનાં દિવસે આપની ત્વચા ચમકી ઉઠે. લગ્નની એક રાત પહેલા કમ સે કમ 5થી 6 લીટર પાણી જરૂર પીવો. દિવસમાં પણ બહુ બધુ પાણી પીવો કે જેથી ત્વચાનું ભેજ જળવાઈ રહે.

7. બહુ ઊંઘ લો

7. બહુ ઊંઘ લો

આ કામ આપને પોતાનાં લગ્નનાં એક દિવસ પહેલા જ શરૂ કરી દેવું છે. જેટલું વધારે આપ લગ્ન પહેલા સૂશો, તેટલું જ આપનાં માટે સારૂં રહેશે. પુરતી ઊંઘ લેવાથી આપ પોતાને ફ્રેશ અને ખુશ પામશો, નહિંતર આપનાં ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ આવશે. તેથી લગ્નની એક રાત પહેલા જ ભરપૂર ઊંઘ જરૂર લો.

English summary
Check out the style tips a bride can follow on the day of her wedding and on the previous day. Have a look.
Story first published: Tuesday, September 5, 2017, 9:11 [IST]
X
Desktop Bottom Promotion