ફાટેલા હોઠને યોગ્ય કરવાના ૭ સરળ ઉપાય

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શરીરમાં નિયમિત રીતે કોઇને કોઈ સમસ્યા અવાર નવાર થતી જ રહે છે. તેજ સમસ્યાઓમાં એક સમસ્યા છે હોઠનું ફાટવું. જેવી રીતે ત્વચા ફાટવાથી તમને સારું નથી લાગતું, એનાથી ઘણુ વધારે ખરાબ હોઠ ફાટવાના કારણે લાગે છે. ઘણી વખત તેમાંથી લોહી પણ નીકળે છે.

હોઠ ફાટવાના ઘણા કારણ હોય છે. ઋતુમાં ઠંડક, શરીરમાં પાણીની ઉણપ, યોગ્ય લિપ બામનો ઉપયોગ ના કરવો વગેરે કારણોથી હોઠમાં શુષ્કપણું આવી જાય છે અને તે ફાટી જાય છે.

પણ તમે ફાટેલા હોઠને સરળતાથી સામાન્ય અવસ્થામાં લાવી શકાય છે અને ભવિષ્યમાં તેને ફરીથી ફાટવાથી બચાવી શકો છો. ફાટેલા હોઠને યોગ્ય કરવાના ૭ સરળ ઉપાય નીચે મુજબ છે.

૧. જામેલું નારિયેળ તેલ-

૧. જામેલું નારિયેળ તેલ-

નારીયેળના તેલને એક એયરટાઈટ બરણીમાં રાખીને જમાવી લો. દરરોજ સવાવરે અને સાંજે વગર ભૂલ્યે આ જામેલા તેલને હોઠ પર થોડી-થોડી માત્રામાં લગાવો. તેનાથી હોઠને નમી મળશે અને તે ફાટશે નહી. તમે ઈચ્છો તો કોઈ બીજું તેલ પણ મેળવી શકો છો.

૨. ગુલાબની પત્તી અને મિલ્ક લિપ માસ્ક-

૨. ગુલાબની પત્તી અને મિલ્ક લિપ માસ્ક-

એક ગુલાબનું ફૂલ લો અને તેની પત્તીઓને નીકાળી લો. તેને ચેક ચમચી દૂધમાં મેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને તમારા હોઠ પર ૧૦ મિનીટ સુધી લગાવીને રાખો. પછી ધોઈ લો અને બામ કે પેટ્રોલિયમ જેલી લગાવી લો. તમારા હોઠ બે દિવસમાં ઠીક થઈ જશે.

૩. એલોવેરા લિપ પેક-

૩. એલોવેરા લિપ પેક-

મધ અને એલોવેરા જેલને બરાબર માત્રામાં મિક્સ કરીને તેને ફ્રીઝમાં રાખી લો. દરરોજ થોડી પેસ્ટ રાત્રે હોઠ પર લગાવો. હોઠ યોગ્ય થઈ જશે.

૪. ખાંડ અને મધનુ સ્ક્રબ-

૪. ખાંડ અને મધનુ સ્ક્રબ-

એક ચમચી ખાંડ અને એક ચમચી મધ લો. બન્નેને મિક્સ કરીને હોઠ પર રાખો અને સ્ક્રબ કરો. તેનાથી હોઠને નમી મળશે, તેની ડેડ સ્કીન પણ નીકળી જશે.

૫. બેકિંગ સોડા સ્ક્રબ-

૫. બેકિંગ સોડા સ્ક્રબ-

બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને ઘાટી પેસ્ટ બનાવો અને તેને એક ટૂથબ્રશની મદદથી હોઠ પર લગાવો. હળવેથી મસાજ કરો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. તેનાથી ફાટેલા હોઠ યોગ્ય થઇ જશે.

૬. હેવી ક્રીમ-

૬. હેવી ક્રીમ-

અડધી ચમચી હેવી ક્રીમ લો અને તેને હોઠ પર લગાવો. રાત્રે સૂતા સમયે લગાવો તો વધારે સારુ રહેશે. તેનાથી તમારા હોઠ બાળકની જેમ નાજુક થઈ જશે. તમે ઈચ્છો તો તેમાં હળદર પણ મિક્સ કરી શકો છો.

૭. વેનિલા લિપ સ્ક્રબ અને મોશ્ચરાઈઝર-

૭. વેનિલા લિપ સ્ક્રબ અને મોશ્ચરાઈઝર-

પાંચ ટીંપા વેનિલા રસ, અડધી ચમચી નારિયેળ તેલ, ૧ ચમચી ખાંડ અને અડધી ચમચી બેકિંગ સોડા લો. તેને સારી રીતે મિક્સ કરો. તેનાથી હોઠ પર સર્કુલર મોશનમાં સ્ક્રબ કરો. તેનાથી તમારા હોઠ સ્વસ્થ થઈ જશે.

English summary
Here are some easy ways to make lip masks for curing chapped lips, take a look.