પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

Posted By: Staff
Subscribe to Boldsky

મહીનાનાં છેલ્લા દિવસો આવતા-આવતા પૉકેટમાં પૈસા થોડા ઓછા થઈ જતા હોય છે. તેવામાં આપ પોતાનાં સૌંદર્યને નિખારવા માટે શું કરી શકો છો ?

આજે અમે આપને બતાવીશું કે આપ પૈસા ખર્ચ્યા વગર પ્રાકૃતિક વસ્તુઓ વડે પોતાની સારસંભાળ કઈ રીતે કરી શકો છો ? આવો જાણીએ કેવી રીતે ?

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

ગરમ-ઠંડા પાણીથી સ્નાન કરો
પોતાના દિવસની શરુઆત ગરમ અને ઠંડા પાણીથી નહાઈને કરો. આ વિધિથી આપનું બ્લડ સર્ક્યુલેશન વધશે, આપની અંદર એનર્જી ભરાશે, નેગેટિવિટી ખત્મ થશે અને શરીર શુદ્ધ થશે. સૌપ્રથમ ગરમ પાણીથી સ્નાન કરો અને પછી બે મિનિટ બાદ ઠંડું પાણી શરીર પર નાંખો. આવું અનેક વખત કરો અને આ જ રીતે સ્નાન કરો.

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

સ્ક્રબ કરવા માટે બૅકિંગ સોડા
બૅકિંગ સોડા વડે ચહેરો એકદમ સાફ અને કોમળ થઈ જાય છે. જો તેમાં થોડોક લિંબુ રસ અને પાણી પણ મેળવીદેવામાં આવે, તે વધુ અસરકારક બની જાય છે. આ પેસ્ટ ચહેરા પર 2 મિનિટ માટે સ્ક્રબ કરો અને પછી ચહેરો ધોઈ નાંખો.

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

મૉઇશ્ચરાઇઝરનાં સ્થાને તેલનો પ્રયોગ
સ્કિનને સ્ક્રબ કર્યા બાદ તેને મૉઇશ્ચરાઇઝ કરો. તેના માટે આપે તેલ લગાવવું પડશે. જો આપની સ્કિન ડ્રાય હોય, તો આપના માટે જોજોબા ઑયલ તથા જેમની સ્કિન તૈલીય અને પિંપલથી ભરેલી છે, તેમના માટે બદામનું તેલ સારૂ રહેશે. આ તેલ ત્વચામાં સારી રીતે સમાઈ જાય છે અને ચિપચિપ પણ નથી કરતું.

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

હૅર કંડીશનિંગ માટે મધ
જો આપનાં વાળ ડ્રાય અને ડૅમેજ હોય, તો 2 ચમચી મધમાં 1 ચમચી ઑલિવ ઑયલ કે નાળિયેર તેલ અને 1 ચમચી છાશ મિક્સ કરી ગૅસ પર મૂકી થોડુંક ગરમ કરી લો. પછી વાળને ધોઈ તેની ઉપર તેને લગાવો અને શૉવર કૅપ પહેરી લો. 10 મિનિટ બાદ વાળને ફરીથી ધોઈ નાંખો. એવું દર અઠવાડિયે કરો.

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

મૅનીક્યોર અને પૅડીક્યોર માટે લિંબુ
પૅડીક્યોર કરવા માટે એક ટબમાં કેટલાક ટીપા બૅબી શૂંપૂનાં, 1 ચમચી રૉક સૉલ્ટ અને એક લિંબુ નિચવો. લિંબુમાં વિટામિન સી હોય છે કે જે કાળી પડી ગયેલી ત્વચાને નિખારે છે. ટબમાં ગરમ પાણી નાંખો અને તેમાં પોતાનાં પગને 15 મિનિટ માટે ડુબાડો. પછી પ્યૂમિક સ્ટોન વડે પગને રગડો અને પછી ધોઈ નાંખો. તે બાદ પગમાં મૉઇશ્ચરાઇઝર લગાવી લો. મૅનીક્યોર કરવા માટે પોતાનાં હાથોને એક મોટા વાડકામાં ગરમ પાણી અને લિંબુ રસને મેળવી 15 મિનિટ સુધી ડુબાડો. પછી તેમને બહાર કાઢી નખને કાપો તથા લૂછીને તેની ઉપર મૉઇશ્ચરાઇઝર લગાવો.

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ

ડાર્ક સર્કલ માટે કાકડી અને ઠંડી ટી બૅગ રાખો
જો આંખોની નીચે ડાર્ક સર્કલ્સ પડી ગયા હોય, તો આપ બટાકાની સ્લાઇસ કે કાકડીની સ્લાઇસ કે પછી ઠંડી ટી બૅગ્સ પણ આંખો પર મૂકી શકો છો. તેનાથી ક્રીમ જેવો જ ફાયદો થાય છે.

પૈસા બચાવો અને અપનાવો આ 6 બ્યુટી ટિપ્સ
English summary
Here are some ways to stay beautiful, which are also easy on your pocket. You can still maintain a beauty routine without having to spend a fortune on fancy products.
Story first published: Thursday, November 3, 2016, 11:00 [IST]