લગ્ન પહેલા પોતાનાં માટે શેરવાનીની પસંદગી કરતી વખતે વરરાજાએ ધ્યાન રાખવી જોઇએ આ 5 વાતો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપને લાગતું હશે કે લગ્ન માટે યોગ્ય સાથી, વૅન્યુ અને મૅન્યુની પસંદગી જ સૌથી મુશ્કેલ કામ છે, તો આપને જણાવી દઇએ કે તેમની સાથે જ વધુ એક કામ પણ છે કે જે બહુ મુશ્કેલ છે.

ભારતમાં લગ્ન-વિવાહ બહુ મોટી વાત છે અને આ બાબતમાં કોઈ પણ વસ્તુને હળવાશમાં ન લથી લઈ શકાતી. લગ્નનાં દિવસે આપનાં કપડાં પર લોકોનું સૌથી વધુ ધ્યાન ખેંચાય છે અને તેને લઈને આપે નાનામાં નાની ભૂલ પણ ન કરવી જોઇએ.

જો આપ પરફેક્ટ વેડિંગ આઉટફિટ ઇચ્છો છો, તો આપે આ બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

ફિટિંગ પર ધ્યાન આપો :

પોતાની વેડિંગ શેરવાનીની પસંદગી કરતી વખતે તેની સાઇઝ પર ખાસ ધ્યાન આપો. પરફેક્ટ લુક માટે ફિટ શેરવાની ખરીદો. જો આપની શેરવાની ફિટ નહીં હોય, તો આપ વરરાજા ઓછા અને જોકર વધુ લાગી શકો છો. તેથી શેરવાનીની પસંદગી કરતી વખતે સાવચેતી વરતો. ખભાથી શેરવાની સમ્પૂર્ણપણે ફિટ હોવી જોઇએ અને નીચેથી તે બિલ્કુલ સીધમાં જ રહેવી જોઇએ.

લંબાઈ :

શેરવાનીની લંબાઈને લઈને કોઈ ખાસ નિયમ નથી બનાવવામાં આવ્યું. કેટલાંક લોકોને ઘુંટણ સુધી, તો કેટલાકને તેનાંથી નીચે સુધીની લંબાઈ ધરાવતી શેરવાની પહેરવી પસંદ છે. પોતાની બૉડી અને પસંદગી મુજબ આપ શેરવાનીની લંબાઈની પસંદગી કરી શકો છો. જો આપનું શરીર મોટુ છે, તો આપે લાંબી શેરવાની પહેરવી જોઇએ. તેનાંથી આપ પોતાની મેળે જ પાતળા દેખાશો. બીજી બાજુ પાતળા લોકોએ ઘુટણથી નીચે સુધીની શેરવાની પહેરવી જોઇએ કે જે આપને થોડાક જાડા દાખવવામાં મદદ કરી શકે.

ફૅબ્રિક

લગ્નની રસમો બહુલાંબી ચાલે છે અને એવામાં જો આપ પોતાની શેરવાનું ફૅબ્રિક ધ્યાનથી પસંદ નહીં કરો, તો લગ્નનાં દિવસે આપનાં પરસેવા છૂટવાનાં છે. શેરવાનીનું કાપડ એવું હોવું જોઇએ કે જેમાં આપ ખુલીને શ્વાસ લઈ શકો અને જેમાં આપને કમ્ફર્ટેબલ અનુભવાય.

એંબૅલિશમેંટ

લગ્નનાં દિવસે દુલ્હન જ નહીં, પણ દુલ્હા પર પણ સૌની નજરો મંડાયેલી હોય છે. તેથી આપે પણ પોતાનાં લુક પર સમ્પૂર્ણ ધ્યાન આપવું જોઇએ. શેરવાની પર થોડી-ઘણી એંબૅલેશિમેંટ તો ચાલે જ છે. એક સુંદર બ્રોચ આપની શેરવાનીની ચમકને વધુ વધારી શકે છે.

લોઅર્સ અને જૂતા

હવે તે જમાનો નથી કે આપ માત્ર ચૂડીદાર કે પઈજામા સાથે જ શેરવાની પહેરી શકો છો. હવે તો આપ પોતાની પસંદગી મુજબ ધોતી, સ્કર્ટ, ટ્રાઉઝર સાથે પણ શેરવાની પહેરી શકો છો. આ સાથે જ એવા જૂતા પસંદ કરો કે જે આપનાં લુકને સમ્પૂર્ણપણે કમ્પલીટ કરી દે.

Read more about: diwali fashion
English summary
Weddings in India are big deal and there is nothing that we take lightly about them. If you are looking for the perfect wedding outfit, here is what you need to keep in mind.