For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રાઈડલ બ્યૂટી રુટિન માટે તુલસી ફેસ પેક

By Karnal Hetalbahen
|

તુલસીને હિંદુ ધર્મમાં પવિત્ર છોડ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક ગુણો અનુસાર પણ તુલસી ગુણકારી હોય છે. આ છોડ લગભગ દરેક હિંદુ ઘરમાં જોવા મળે છે. આર્યુવેદમાં તેને ઔષધિયોનો રાજા કહેવામાં આવે છે. હાલમાં તેની લોકપ્રિયતાના કારણે તેને આંતરાષ્ટ્રીય પાક શૈલીમાં સામેલ કરી નાખી છે.

ખાવામાં, દવામાં, દર્દમાં વગેરેમાં તુલસીના લાભકારી ગુણો વિશે બધા જાણે છે પરંતુ શું તમને તુલસીના સૌંદર્ય ગુણો વિશે જાણકારી છે. જી હા, ચોંકી ગયા ને તુલસી ખૂબ જ ગુણકારી અને લાભકારી હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે અને તમારામા નિખાર લાવે છે.

૧. સંક્રમણ દૂર કરે

૧. સંક્રમણ દૂર કરે

તુલસીમાં એવા ગુણો હોય છે જે ત્વચાના સંક્રમણને દૂર કરે છે અને તેને ખીલ-મુહાસે અને દાણા રહિત બનાવે છે, કેમ કે તે ત્વચાના બધા જ બેક્ટેરિયાને મારી નાખે છે. બસ તુલસીના 5 પાંદડા લો, તેની પેસ્ટ બનાવીને તેમાં લીંબુના ટીપાં નાખીને મેળવી લો અને ચહેરા પર લગાવો. ચહેરો ચમકી ઉઠશે.

૨. ગોરી ત્વચા મેળવવા માટે

૨. ગોરી ત્વચા મેળવવા માટે

જો તમારો કલર સામાન્ય ડલ હોય તો તમે તુલસી લગાવીને રંગને ફેયર કરી શકો છો. તેના માટે તમારે એક ચમચી તુલસીની પેસ્ટ, મિલ્ક પાઉડર અને દલિયાના પેસ્ટને મેળવીને તેમાં ગુલાબજળ ઉમેરીને ૧૫ મિનિટ માટે ચહેરા પર લગાવી લો. સુકાઈ જાય પછી ધોઈ લો. થોડાક જ અઠવાડિયામાં નેચરલ નિખાર આવી જશે.

૩. વધતી ઉંમરની ત્વચા માટે

૩. વધતી ઉંમરની ત્વચા માટે

જો તમારા ચહેરાની ત્વચા વધતી ઉંમરના કારણે લટકી ગઈ છે તો તમને તુલસીથી રાહત મળશે. તુલસીના છોડને વાટીને તેમાં ઈંડાનો સફેદવાળો ભાગ લઈને મેળવી તેને ચહેરા પર લગાવો. ત્વચામાં સારી રીતે ટાઇનેસ આવી જશે.

૪. ચમકતા દાંત માટે

૪. ચમકતા દાંત માટે

તમે નિયમિત બ્રશ કરો છો પરંતુ તેમછતાં પણ જો તમારા દાંતમાં ચમક નથી આવતી તો તમે તુલસીની મદદથી દાંતને ચમકદાર બનાવી શકો છો. તેના માટે સૂકા પાંદડાને દાંત પર ઘસો અને આવું એક નહી પરંતુ બે અઠવાડિયા સુધી દરરોજ સૂતા પહેલા કરો. તમારા દાંત સ્વાભાવિક રીતે ચમકી ઉઠશે.

૫. ખોડા વિનાના વાળ

૫. ખોડા વિનાના વાળ

લગ્ન પહેલા તમે એટલા વધારે બાહર રહો છો કે તમારા વાળમાં ડ્રાઈનેસ અને ડ્રાઇનેસ આવી જાય છે જેના કારણે ખોડો પણ વધુ થઈ જાય છે. વાળમાંથી ખોડાને દૂર કરવા માટે આમળા અને તુલસીના પાંદડાની પેસ્ટ બનાવી લો અને તેને અડધો કલાક વાળમાં લગાવો. સુકાઈ જાય પછી હુંફાળા ગરમ પાણીથી ધોઈ લો. બે ત્રણ વખત લગાવ્યા પછી તમને ફરક નજર આવશે.

English summary
Acne, pimples, blackheads, and whiteheads appear usually on oily skin due to clogged skin pores. Here are anti acne treatment at home. These home remedies are best for acne.
Story first published: Thursday, January 19, 2017, 11:33 [IST]
X
Desktop Bottom Promotion