For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચોખાનાં લોટથી પામો ચમકતી-દમકતી ત્વચા

By Lekhaka
|

ઉંમરની સાથે ત્વચાની ચમક અને નિખાર ક્યાંક ખોવાઈ જાય છે અને આ પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. આવો જાણીએ કે કઈ રીતે ઘરગથ્થુ ઉપાયોથી ઉંમર સાથે ત્વચાની ચમકને કેદ કરીને રાખી શકાય છે ?

જો આપની ઉંમર 30 વર્ષથી વધુ છે, તો આપે અત્યારથી જ પોતાની ત્વચાની સંભાળ શરૂ કરી દેવીજોઇએ કે જેથી આપનાં ચહેરા પર કરચલીઓ જલ્દી ન આવે અને વધતી ઉંમરની જાણ કોઈને સરળતાથી આપનાં ચહેરાને જોઈને ન થઈ શકે.

જોકે ઉંમર સાથે ત્વચાની દમક અને નિખાર ક્યાંક ખોવાઈ જાય છે અને આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. ત્વચાનું મૃત થવું અને તેનું ફરીથી નવું બનવું, એક પ્રાકૃતિક પ્રક્રિયા છે કે જે દરરોજ થાય છે.

ચહેરાની ત્વચાને સ્વસ્થ બનાવાના પ્રાકૃતિક સામગ્રીઓથી નિર્મિત ફેસ પૅકને લગાવવું ખૂબજ લાભપ્રદ રહે છે. ઘણી મહિલાઓ ચહેરાને સાફ કરવા માટે બેસનનો ઉપયોગ કરે છે કે જે સાચે જ ખૂબ કારગત નિવડે છે.

પરંતુ જો આપનાં ઘરમાં બેસન નથી, તો આપ લોટથી પણ ફેસ પૅક બનાવી શકો છો. લોટમાં ચોકર હોય છે કે જે ત્વચા માટે સ્ક્રબની જેમ કામ કરે છે અને તેને નુકસાન પહોંચાડ્યા વગર સાફ કરી દે છે તથા મૃત ત્વચાને કાઢી દે છે.

આજે અમે બોલ્ડસ્કાયનાં આ આર્ટિકલમાં લોટથી બનતા 4 ખાસ પ્રકારનાં ફેસ પૅક વિશે જણાવવાજઈ રહ્યાં છીએ કે જેમને આપ પોતાનાં ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો અને પોતાનાં ચહેરા પર ઉપયોગ કરીત્વચાને ચમક-દમકદાર બનાવી શકો છો. મહિલાઓ જ નહીં, પણ પુરુષો પણ ઇચ્છે, તો આ પૅકનો ઉપયોગ આસાનીથી કરી શકે છે. લોટથી બનતા ફેસ પૅક નીચે મુજબનાં છે :

ચોખાનાં લોટથી પામો ચમકતી-દમકતી ત્વચા

1. ઑયલી એટલે કે તૈલીય ત્વચા માટે ફેસ પૅક

લોટનાં ફેસ પૅકનો આ ફાયદો સૌથી મોટો છે. જો આપની ત્વચા બહુ વધારે તૈલીય છે, તો આપ લોટથી બનેલ ફેસ પૅક જરૂર લગાવો.

લોટ ત્વચામાં સમાયેલ આંતરિક તેલને અવશોષિત કરી લે છે અને ત્વચાને તેલમુક્ત બનાવી દે છેકે જેથી તેલનાં કારણે થતા દાણાઓ વગેરે નથઈ નિકળતાં. ાવો જાણીએ તૈલીય ત્વચા માટે લોટથી ફેસ પૅક કઈ રીતે બનાવવામાં આવે છે :

આવશ્યક સામગ્રી :

* 4 મોટી ચમચી લોટ

* 3 મોટી ચમચી દૂધ

* 2 ચમચી ગુલાબ જળ

* 2 ચમચી કાચું મધ

ચોખાનાં લોટથી પામો ચમકતી-દમકતી ત્વચા

તૈયાર કરવાની અને લગાવવાની વિધિ :

સૌપ્રથમ એક પૅનમાં દૂધ લો અને તેને ગરમ કરી લો. બાદમાં તેને ગુલાબ જળ અને મધ મેળવી સારી રીતે ફેંટી લો. ગૅસને બંધ કરી દો. તે પછી લોટને થોડુંક-થોડુંક કરીને મેળવો અને બરાબર મિક્સ કરતા રહો. ગાઢું જેવું લેપ તૈયાર થતા તેને ઠંડું કરી લો અને ચહેરા તથા ગળા પર લગાવો. 15 મિનિટ બાદ હળવા-હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આપને પોતાનાં ચહેરા પર ફરક સ્પષ્ટ નજરે ચઢશે.

2. ત્વચાને દમકાવવા માટે ફેસ પૅક :

ત્વચાનું ગોરું હોવું કે કાળું હોવું, વ્યક્તિનાં શરીરમાં જોવા મળતા વર્ણકો મેલેનિન પર નિર્ભર હોય છે. ઘણા લોકો બહુ ગોરા હોય છે અને ઘણા લોકો બહુ કાળા. આપ કોઈ પણ ફેસ પૅકની મદદથી કાળામાંથી ગોરા નથી બની શકતાં, પરંતુ પોતાની ત્વચામાં ખાસ દમક લાવી શકો છો કે જેથી ત્વચામાં એવો નિખાર આવી જાય કે શ્યામ વ્યક્તિ પણ સુંદર લાગે. આવોજાણીએ ત્વચાને દમકાવવા માટે લોટથી કઈ રીતે ફેસ પૅક બનાવી શકાય છે :

* 3 ચમચી મલાઈ

* 2 ચમચી લોટ

તૈયાર કરવા અને ઉપયોગ કરવાની વિધિ :

એક વાટકીમાં આ બંને સામગ્રીઓને અપાયેલ પ્રમાણમાં મેળવી લો અને સારી રીતે મિક્સ કરી લો કે જેથી કોઈ પણ ગાંઠ ન રહી જાય. તે પછી તેને પોતાનાં ચહેરા અને ગળાનાં ભાગે લગાવો. 20 મિનિટ બાદ આપ તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પૅક લગાવવાથી ચહેરા પર પડતા બ્રાઉન સ્પૉટ એટલે કે ભૂરા ડાઘા હટી જાય છે અને ત્વચા ચમકી-દમકી ઉઠે છે.

ચોખાનાં લોટથી પામો ચમકતી-દમકતી ત્વચા

3. ત્વચાને કોમળ બનાવવા માટેનું ફેસ પૅક

જો લોટને યોગ્ય સામગ્રીઓ સાથે મેળવવામાં આવે, તો ત્વચા મુલાયમ પણ થઈ શકે છે. આવો જાણીએ કે ત્વચાને મુલાયમ બનાવવા માટે લોટનું ફેસ પૅક કેવી રીતે બનાવવામાં આવે છે :

આવશ્યક સામગ્રી

* 1 કપ પાણી

* 4 કપ ગુલાબના સૂકા પાંદડા

* 1 ઑર્ગેનિક નારંગીની છાલ

* 3 ચમચી દૂધ

* 2 ચમચી ગુલાબ જળ

* 2 ચમચી મધ

* 4 ચમચી લોટ

તૈાર કરવાની અને ઉપયોગ કરવાની વિધિ :

સૌપ્રથમ એક પૅન લો. તેમાં પાણી નાંખો અને ઉકળવા દો. ઉકાળો આવ્યા બાદ ગૅસ બંધ કરી દો. આ પાણીમાં તરત જ ગુલાના સૂકા પાંદડા અને નારંગીની છાલ મેળવી દો. તે પછી પૅનને ઢાંકી દો. જ્યાં સુધી આ સામગ્રીઓ પાણીમાં એકદમ કોમળ નથી થઈ જતી, તેમને બંધ જ રહેવા દો. બીજી બાજુ, એક પૅનમાં દૂધ લો અને તેને ગરમ કરી દો. બાદમાં તેમાં ગુલાબજળ મેળવો અને ગૅસ બંધકરી દો. તેમાં થોડુંક પાણી પણ મેળવી દો. પછી તેમાં થોડું-થોડું કરી લોટ મેળવોઅને સારી રીતે ફેંટીને લેપ બનાવી લો. આ લેપને હળવી-હુંફાળી ગરમાશ સાથે જ ચહેરા પર લગાવો. તે પછી સુકાવા દો. 20 મિનિટ બાદ તે ગુલાબ જળ અને નારંગી વાળા તૈયાર પાણીથી ચહેરો ધોઈ લો. આપનો ચહેરો નિખરી ઉઠશે અને ત્વચામાં કોમળતા પણ આવી જશે.

ચોખાનાં લોટથી પામો ચમકતી-દમકતી ત્વચા

4. ટૅનિંગ હટાવવા માટે ફેસ પૅક

જો આપને સનટૅનિંગ થઈ ગઈ છે,તો ાપ લોટથી બનેલા ફેસપૅકને જરૂર લગાવો. તેને લગાવવાથી ચહેરાની મૃત ત્વચા હટી જાય છે. સાથે જ ટૅન પણ રિમૂવ થઈ જાય છે. તેને નીચે મુજબ બનાવવામાં તથા ઉપયોગ કરવામાં આવે છે.

આવશ્યક સામગ્રી

* 4 ચમચી લોટ

* 1 કપ પાણી

તૈયાર કરવા અને ઉપયોગ કરવાની વિધિ :

લોટ અને પાણીને એક વાટકામાં મેળવો અને ગાંઠ પડ્યા વગર તેને ફેંટતા રહો. જ્યારે આ મિશ્રણ એક સરખું થઈ જાય, તો તેને ચહેરા પર સર્ક્યુલર મોશનમાં લગાવો. ારામથી હળવા હાથે ઘુમાવો અને છોડી દો. 20 મિનિટ બાદ હાથને હળવા ભેજયુક્ત કરી ચહેરા પર ફેરવોઅને ચહેરા પર સ્ક્રની જેબમ ફેસ પૅકને રગડો તથા સમગ્ર લોટ કાઢી નાંખો.આ રીતે આપ આસાનીથી ટૅનિંગને કાઢી શકો છો.

English summary
Natural face packs are the best option if you want to attain healthy, radiant skin right at home. Check out some of the best rice powder face pack recipes.
Story first published: Tuesday, March 7, 2017, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more