For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ૧૦ વસ્તુઓને પપૈયાની સાથે મિક્સ કરીને લગાવવાથી મળશે ચમકતો ચહેરો

By Karnal Hetalbahen
|

પોતાના ચહેરાની સુંદરતા માટે તમે જો ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ બજારમાંથી લાવીને ઉપયોગ કરો છો અને તે તમને નુકશાન પણ કરે છે તો થોભી જાઓ. તમને આજ જણાવીશું કે પપૈયામાં એક અનોખું એન્જાઈમ, પપેન હોય છે જે ત્વચાને પ્રાકૃતિક રીતે એક્સફોલિએટ કરે છે અને કોશિકાઓના વિકાસની ગતિમાં સુધાર લાવે છે.

ત્વચાની કોશિકાઓનું વધવાની ઉચ્ચ માત્રા ના ફક્ત દાગ અને એક્નેના ધબ્બાને ઝડપથી ભરવામાં મદદ કરે છે. પરંતુ ત્વચામાં કોમળતાની માત્રા પણ યોગ્ય રાખે છે જેનાથી ત્વચાના સ્વાસ્થ્ય અને ગુણવત્તામાં ઘણો નિખાર આવે છે. નીચે ગોરાપણું, એક્ને અને સાફ ત્વચા માટે પપૈયાના શ્રેષ્ઠ ફેસપેક બનાવાની રીત જણાવવામાં આવી છે.

ગોરી અને ચમકદાર ત્વચા તમારી ખૂબસુરતીમાં હમેશાં વૃદ્ધિ કરે છે. ગોરાપણા માટે પપૈયાના ફેસપેક સૌથી સારી વાત એ છે કે તે પૂર્ણ રીતે પ્રાકૃતિક હોય છે અંતમાં: તેનાથી તમારી ત્વચા પર કોઈ સાઈડ ઈફેક્ટ થતા નથી. તમને અમે જણાવવા જઈ રહ્યાં છીએ કે તમે એક નહી પરંતુ ઘણી વસ્તુઓ સાથે તેનો ઉપયોગ કરી શકો છો.

પપૈયું અને દૂધનો ફેસપેક

પપૈયું અને દૂધનો ફેસપેક

કહે છે કે જ્યારે દૂધ તાજું અને કાચું હોય છે તો તેમાં પ્રાકૃતિક તત્વ હોય છે. દૂધમાં રહેલા પોષક તત્વ ત્વચાને કોમળતા અને પોષણ પ્રદાન કરવમાં સહાયતા કરે છે. તમે કાચા પપૈયાં અને કાચું ગાયનું દૂધ મિક્સ કરીને ઘરે પપૈયું અને દૂધનું ગોરાપણું પ્રદાન કરનાર ફેસપેક બનાવી શકો છો.

પપૈયું અને ટામેટા

પપૈયું અને ટામેટા

જો તમે ગોરાપણું મેળવવા ઈચ્છો છો તો તમારે પપૈયું અને ટામેટાનો ફેસપકે લગાવો. ટામેટામાં લાઈકોપીન હોય છે જે એક પ્રભાવી એન્ટીઓક્સીડેન્ટ છે અને ટેન દૂર કરવાનું માધ્યમ છે. જો તમને ટામેટાથી એલર્જી હોય તો આ પેકનો ઉપયોગ ના કરો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો.

પપૈયાં અને જેઠીમધનો ફેસપેક

પપૈયાં અને જેઠીમધનો ફેસપેક

જો તમે ઈચ્છો તો જેઠીમધનો ઉપયોગ પણ કરી શકો છો. જેઠીમધનો ઉપયોગ આર્યુવેદમાં ત્વચાને ગોરી કરવા અને વધારાની રંજકતાને દૂર કરવા માટે કરવામાં આવે છે. જેઠીમધ એક પ્રભાવી પ્રાકૃતિક પદાર્થ છે જે તમારા ચહેરા પરથી મેલેનિનીની માત્રા ઓછી કરે છે. તેનો પ્રયોગ કરવાથી તમે સારી ત્વચા મેળવી શકો છો.

મધ અને પપૈયાનો ફેસપેક

મધ અને પપૈયાનો ફેસપેક

જો તમારે સારી અને સુંદર ત્વચા જોઈએ તો તમારા માટે મધ એક પ્રાકૃતિક માધ્યમ છે. તેમાં બ્લીચિંગ અને જર્મીસાઈડલ ગુણ હોય છે. પપૈયાં અને મધની મદદથી બનેલો પેક તમને નિશ્ચિત રીતે સાફ અને સમસ્યઓથી મુક્ત ત્વચા પ્રદાન કરે છે.

પપૈયા અને એલોવેરા

પપૈયા અને એલોવેરા

એલોવેરામાં વિટામીન ઈ હોય છે. તેને પપૈયાં સાથે મિક્સ કરીને નિયમિત રીતે પ્રયોગ કરવાથી તે ક્ષતિગ્રસ્ત ત્વચાને યોગ્ય કરીને તેમાં નવો જીવ રેડવાની ક્ષમતા રાખે છે. ઘરે પપૈયા અને એલોવેરાનો ફેસપેક તૈયાર કરવા માટે એલોવેરાના પાનમાંથી ૨ ચમચી એલોવેરા જેલને ૨ ચમચી પાકાં પપૈયાની પેસ્ટની સાથે મિક્સ કરો.

પપૈયું અને મુલતાની માટી

પપૈયું અને મુલતાની માટી

જેમકે તમે બધા જાણો જ છો કે મુલ્તાની માટીનો પ્રયોગ ઘણી વસ્તુઓમાં કરવામાં આવે છે. મુલતાની માટી એક પ્રાકૃતિક માટી છે જે ત્વચામાં ઘણી માત્રામાં ખનીજ પદાર્થોનો સંચાર કરે છે તથા ચહેરાના વધારાના તેલ પર નિયંત્રિણ કરે છે. એટલાં માટે તમે પપૈયાં અને મુલતાની માટીનો પ્રયોગ કરો.

ખીલ માટે પપૈયાંનો ફેસપેક

ખીલ માટે પપૈયાંનો ફેસપેક

જો તમારા ચહેરા પર ખીલ છે અને તમે તેનાથી પરેશાન છો તો પપૈયામાં રહેલા પપેન ત્વચામાં એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે જે એક રીતે એક્ને અને ખીલ પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે, તથા બીજી બાજુ, એક્ને અને ખીલ દ્વારા થયેલા દાગને દૂર કરે છે. આનો ફેસપેક લગાવો અને ખીલથી છુટકારો મેળવો.

પપૈયું અને લીંમડાનો ફેસપેક

પપૈયું અને લીંમડાનો ફેસપેક

લીંમડો એક ઔષધી છે અને લીંમડામાં પ્રાકૃતિક એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે. જ્યારે તમે એક્ને અને ખીલ જેવી સમસ્યાથી પીડાઓ છો તો લીંમડા ઉપરાંત કદાચ એવું કોઈ પ્રાકૃતિક ઉત્પાદન હશે જે તમને સારા પરિણામ પ્રદાન કરી શકે. તેના માટે લીંમડો અને પપૈયાંનો ફેસપેક ચહેરા પર લગાવો અને તેનાથી છુટકારો મેળવો.

પપૈયું અને હળદર પેક

પપૈયું અને હળદર પેક

જો તમારે ખીલથી છુટકારો મેળવવો હોય તો તમારે હળદર અને પપૈયાંનો ફેસપકે પણ બનાવીને લગાવવો જોઇએ. તેનાથી તમારા ચહેરા પરના ખીલની સમસ્યા દૂર થઈ જશે.

પપૈયું, કાકડી અને લીંબુનો પેક

પપૈયું, કાકડી અને લીંબુનો પેક

જો તમારે તમારા ચહેરાની સ્કીનને ચમકતી ગોરી અને દરેક રીતની સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો તમારે પપૈયું, કાકડી અને લીંબુને મિક્સ કરીને એક ફેસપેક બનાવવો જોઈએ અને તેને ચહેરા પર લગાવવો જોઇએ.

English summary
Today you will tell that there is a unique enzyme, Papen in Papaya, which naturally exposes the skin and improves the speed of the growth of the cells.
Story first published: Monday, October 30, 2017, 15:09 [IST]
X
Desktop Bottom Promotion