Related Articles
નાસ્તામાં બનાવો ઘઉંના લોટના ઢોંસા
તમે સાંભર અને નારિયેળની ચટણી સાથે ઢોંસા તો ખાધા જ હશે. જો તમને ઢોંસા સારા લાગે છે તો તમે ઘરે વીટ ઢોંસા એટલે કે ઘઉંના લોટમાંથી ઢોંસા બનાવી શકો છો. તે ઘણો હેલ્દી બ્રેકફાસ્ટ છે જે સાઉથ ઈન્ડિયામાં ખવાય છે. આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ વીટ ઢોંસાની રેસીપી બનાવતાં શીખવીશું. તેને બનાવવા સરળ છે અને તે ફટાફટ બની પણ જાય છે. તમે તેને તમારી ફેવરીટ ચટની સાથે સર્વ કરી શકો છો. આ ઢોંસાને તમિલમાં ગોધૂમા ઢોંસાઈ પણ બોલે છે.
કેટલા- ૪ લોકોના માટે
તૈયારીમાં સમય- ૫ મિનીટ
બનાવવામાં સમય- ૨૦ મીનીટ
સામગ્રી-
૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ચોખાનો લોટ
૧/૪ ખાટી છાશ
૧ લીલું મરચું, ઝીણી સમારેલું
૧/૨ ચમચી રાઈ
૧/૨ ચમચી જીરું
૮-૧૦ કડી પત્તા
૧ ચમચી તેલ
૩ કપ પાણી
૧૧/૨ ચમચી મીંઠુ
રીત-
૧. ઘઉં અને ચોખાનો લોટ મિક્સ કરો, તેના ઉપર ખાટી છાશ, લીલા મરચાં અને મીંઠુ નાખી મિક્સ કરો.
૨. હવે ૩ કપ પાણી, થોડું થોડું કરી મિક્સ કરો. ઘોળને ના વધારે પાતળું કે ના વધારે જાડું બનાવો.
૩. હવે મોટા પેનમાં ૧ ચમચી તેલ નાખો. જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેમાં રાઈ, જીરું અને કડી પત્તા નાંખો. જ્યારે રાઈ ફૂટે ત્યારે તેમાં ઢોંસાવાળા ઘોળને મિક્સ કરી અને ઘોળને સારી રીતે હલાવી લો.
૪. હવે એક નોન સ્ટિક ઢોંસા તવાને ગરમ કરો, તેની ઉપર અડધી ચમચી તેલ નાંખો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેની પર ઢોંસાવાળું ઘોળ નાખીને તેને ફેલાવો. ઢોંસો ૩-૪ ની હાઈટનો હોવો જોઈએ.
૫. ઢોંસાને ગોળાઈમાં ફેલાવીને પૂરા તવા પર ફેલાવી નાંખો.
૬. પછી ઢોંસાની કિનારીઓ પર તેલ નાખો અને તેને સારી રીતે થવા દો.
૭. ૨ મિનીટ પછી તેને ફેરવી લો.
૮. ૧ મિનીટ પછી તમારો ઢોંસો તૈયાર થઈ ચૂક્યો હશે, તેને પ્લેટમાં નીકાળો અને સર્વ કરો.