વેજ સોયા કબાબ બનાવશે આપનાં સ્નૅક્સને ટેસ્ટી

Posted By: Staff
Subscribe to Boldsky

આપ જ્યારે ને ત્યારે ઘરે બેસીને વિચારો છો કે આજે શું બનાવવામાં આવે અને શું નહીં, કારણ કે દરરોજ એક જ જેવી ડિશિઝ ખાઈને પણ કંટાળો આવવા લાગે છે. તેથી સ્વાદમાં થોડોક ફેરફાર પણ જરૂરી છે, તો કેમ ન આજે આપણે કંઇક બીજુ ટ્રાય કરીએ. હા જી, વેજ હોય કે નૉનવેજ બંને પ્રકારનાં કબાબનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. જોકે કેટલાક લોકોને લાગે છે કે કબાબ બનાવવું ખૂબ મુશ્કેલ છે અને તેને ઘરે બનાવવું આસાન નહીં રહે, પરંતુ આજે અમે આપને વેજ સોયા કબાબ બનાવવાની વિધિ બતાવવા જઈ રહ્યાં છે કે જે ખાવામાં તો ટેસ્ટી હોય જ છે, સાથે જ આપ તેને ઘરે પણ આસાનીથી બનાવી શકો છો અને પોતાનાં મહેમાનોને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો.

now you can change the taste of your snacks

સર્વ - 2 લોકો માટે

કુકિંગ ટાઇમ - 30 મિનિટ

પ્રિપૅરેશન ટાઇમ - 30 મિનિટ

વેજ સોયા કબાબ બનાવવા માટેની સામગ્રી

* 100 ગ્રામ સોયાબીન - (આખી રાત પાણીમાં પલાળેલું)

* 50 ગ્રામ ચણાની દાળ - (આખી રાત પાણીમાં પલાડેલી)

* કાળી મરીનાં દાણા - 1 નાની ચમચી

* મોટી એલચી - 1થી 2

* સમારેલું આદુ - 1 નાનીચમચી

* ખસખસ - 50 ગ્રામ

* ધાણા - 1 નાની ચમચી

* જીરૂં - 1 નાની ચમચી

* લવિંગ - 5થી 6

* ઝીણી સમારેલી ડુંગળી - 1/2 કપ

* કોથમીર (ઝીણી સમારેલી) - 1 મોટી ચમચી

* સમારેલું ફૂદીનો - 2 ચમચી

* લીલા મરચા - સ્વાદ મુજબ

* મીઠું સ્વાદ મુજબ

* ચાટ મસાલા - 1 મોટી ચમચી

* બાફેલા બટાકા - 1

* લિંબુનો રસ - 1 મોટી ચમચી

* અને ઑયલ

બનાવવાનીવિધિ

1. સૌપ્રથમ સોયાબીન, ચણાની દાળ, કાળી મરી, એલચી, આદુ, ખસખસ, ધાણા, જીરૂં અને લવિંગને એક સાથે મેળવી વાટી લો અને ગાઢું પેસ્ટ બનાવી લો.

તેમાં ડુંગળી, ધાણા, ફુદીનો, લીલા મરચા, મીઠું, ચાટ મસાલા, મૅશ્ડ બટાકા અને લિંબુનો રસ મેળવી એક મિશ્રણ તૈયાર કરી લો.

3. પછી પોતાની હથેળી પર થોડુંક તેલ લગાવી આ મિશ્રણથી મધ્યમ આકારની ટિકડીઓ બનાવી લો. તે પછી તવા અને ફ્રાય પૅનમાં થોડુંક તેલ ગરમ કરો અને તમામ ટિકડીઓને બંને બાજુથી સેકી લો. લો આપનું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વેજ સોયા કબાબ તૈયાર છે. તેને આપ પોતાની પસંદગીની ચટણી કે સૉસ સાથે પિરસી શકો છો.

Read more about: snacks food
English summary
If you want to change the taste of your snacks, then veg soya kebab is a better option for you, which is also easy to combine with being a test
Story first published: Wednesday, June 28, 2017, 14:15 [IST]