લજ્જતદાર કાશ્મીરી રાજમા રેસિપી

Posted By: Lekhaka
Subscribe to Boldsky

કાશ્મીરી ભોજનની લજ્જત જે એક વાર ચાખી લે, તે ફરી ક્યારેય તેને ભૂલતું નથી. આજે અમે આપને કાશ્મીરી સ્ટાઇલમાં રાજમાનું શાક બનાવતા શીખવાડીશું કે જે અન્ય રાજમા રેસિપી કરતા અલગ હોય છે.

કાશ્મીરી કુજીની એક ખાસ વાત છે કે તેની તરીમાં દહીંનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે કે જેથી તે ખૂબ ગાઢી હોય છે. આ રાજમા રેસિપીમાં આપણે સૂકા આદુનાં પાવડરનો ઉપયોગ કરીએ છીએ કે જેથી ખાવામાં સ્વાદ અને તીખાશ આવે છે.

તો જો આપને આજે કંઇક હટ કે ખાવાનું મન કરી રહ્યું હોય, તો કાશ્મીરી રાજમા બનાવવાનું ન ચૂકતા. આવો જોઇએ તેની સરળ રેસિપી :

લજ્જતદાર કાશ્મીરી રાજમા રેસિપી

સામગ્રી :

* રાજમા - 1 1/4 કપ

* ડુંગળી - 1 ઝીણી સમારેલી

* હીંગ પાવડર - 1/8 ચમચી

* જીરૂં - 1 ચમચી

* આદુ પાવડર - 1 ચમચી

* આદુ પેસ્ટ - 1 ચમચી

* કાશ્મીરી મરચું પાવડર - 1 ચમચી

* ધાણા પાવડર - 2 ચમચી

* કાશ્મીરી ગરમ મસાલો - 1 ચમચી

* દહીં - 1/2 કપ

* મીઠું - સ્વાદ મુજબ

* બટર/ઘી/તેલ - 1 1/2 ચમચી

ગરમ મસાલા માટેની સામગ્રી :

* મોટી એલચી - 3

* નાની એલચી - 3

* તજ - 2થી 3 પીસ

* લવિંગ - 2થી 3

* કાળી મરીનાં દાણા - 1/2 ચમચી

આ તમામ મસાલાઓ પીસીને પાવડર બનાવી લો.

કાશ્મીરી રાજમા બનાવવાની વિધિ

1. આખી રાત પલાડેલા રાજમાને સવારે ધોઈને સાફ પાણીમાં કુકરમાં નાંખી 3 સીટી વાગવા સુધી તેજ આંચમાં પકાવો. તે પછી આંચ ધીમી કરી 30 મિનિટ સુધી પકાવો.

2. પછી પ્રેસર નિકળી ગયા બાદ પાણી અને રાજમાને જુદા-જુદા કાઢીને મૂકી દો.

3. એક કઢાઈમાં તેલ અથવા બટર નાંખી ગરમ કરો. પછી તેમાં હીંગ અને જીરૂ નાંખો.

4. થોડીક વાર બાદ તેમાં સમારેલી ડુંગળી નાંખી તેને હળવી ભૂરી થવા સુધી સેકો.

5. તે પછી તેમાં આદુ પેસ્ટ, આદુ પાવડર અને ફેંટેલું દહીં મેળવો.

6. તેને સતત હલાવતા રહો, નહિંતર દહીં ફાટી શકે છે.

7. જ્યારે તે અલગ થવા લાગે, ત્યારે તેમાં લાલ મરચુ પાવડર, લીલુ મરચુ, મીઠું અને રાજમા મિક્સ કરો.

8. મસાલાને સારી રીતે મિક્સ કર્યા બાદ લગભગ 1 1/2 કપ પાણી મેળવો. તેને ઉકાળો અને આંચ ધીમી કરી 20-25 મિનિટ સુધી પકાવો.

9. જ્યારે ગ્રેવી ગાઢી થવા લાગે અને રાજમા પાકી જાય, ત્યારે તેમે ધાણા પાવડર અને ગરમ મસાલો સારી રીતે મિક્સ કરો.

10. ુપરથી બટર નાંખો અને ગરમા ગરમ ભાત સાથે તેને સર્વ કરો.

English summary
Kashmiri rajma masala curry is a tasty side dish. Kashmiri rajma curry can be served with plain rice, cumin rice or saffron rice.
Story first published: Thursday, December 1, 2016, 15:30 [IST]