સુક્તો (બંગાળી વ્યંજન)

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સુક્તો એક ખૂબ જ ટેસ્ટી અને પરંપરાગત બંગાળી ડિશ છે કે જેમાં એક ચપટી ખાંડ સાથે ઢગલાબંધ શાકભાજીઓ અને એક કસદાર શાકભાજી જેમ કે કારેલું મેળવવામાં આવે છે.

સુક્તો એક ખૂબ જ ટેસ્ટી અને પરંપરાગત બંગાળી ડિશ છે કે જેમાં એક ચપટી ખાંડ સાથે ઢગલાબંધ શાકભાજીઓ અને એક કસદાર શાકભાજી જેમ કે કારેલું મેળવવામાં આવે છે. બંગાળી ભોજન તો જાણે સુક્તો વગર બિલ્કુલ અધુરા જેવું છે.

જો આપને પણ બંગાળનાં ભોજન સાથે પ્રેમ છે અને આપ કંઇક વેજિટેરિયન બનાવવા માંગો છો, તો સુક્તોને ન ભૂલતા. આવો જાણીએ તેને બનાવવાની એકદમ સરળ વિધિ :

Sukto Recipe

સુક્તો તૈયાર કરવા માટેની સામગ્રી

* કારેલા : 100 ગ્રામ (સમારેલા)

* બટાકા : 1 બાફેલું અને કાપેલું

* રિંગણ : 1 પીસ, સ્લાઇસ કરેલું

* મૂળા : 1 પીસ, સ્લાઇસ કરેલુ

* કાચુ કેળું : 1 કટકું (કાપેલું)

* સેમ : 50 ગ્રામ

* સહજન : 50 ગ્રામ, લાંબા ટુકડામાં કાપેલું

* પંચ ફોરન : 1/2 ચમચી

* સરસિયું તેલ : 1/2 ચમચી

* સરસિયાનાં બીજનું પેસ્ટ : 2 મોટી ચમચી

* ઘી/માખણ : 1 મોટી ચમચી

* તેલ : 9 મોટી ચમચી

* અડદનાં દાળ વાળી મસાલેદાર વડી : 50 ગ્રામ

* સૂકેલું લાલ મરચું : 1 ટુકડો

* તજ : 1 ટુકડો

* મીઠું : સ્વાદ મુજબ

* ખાંડ : અડધી ચમચી

* હળદર : અડધી ચમચી

* આદુનું પેસ્ટ : 1 મોટી ચમચી

બનાવવાની વિધિ :

1. એક કઢાઈમાં 4 ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં વડીઓ નાંખી ગોલ્ડન થવા સુધી ફ્રાય કરી લો.

2. હવે વડીઓને કાઢી અલગ પ્લેટમાં મૂકી દો.

3. પછી કઢાઈમાં વધુ તેલ મેળવો.

4. તે પછી કારેલા નાંખી ફ્રાય કરો અને જ્યારે તે બ્રાઉન થી જાય, ત્યારે તેને કાઢી લો.

5. પછી એક-એક કરીને કઢાઈમાં કેળું, બટાકા, મૂળા, રિંગણ, બીન્સ, સેમ, સહજન નાંખો. 3 મિનિટ સુધી હલાવો.

6. ઉપરથી મીઠું, ખાંડ, હળદર અને આદુનું પેસ્ટ નાંખો અને 2 મિનિટ સુધી પકાવો.

7. તે પછી તેમાં 4 કપ પાણી નાંખી 5 મિનિટ સુધી પકાવો.

8. તે પછી કઢાઈને ઉતારીદો અને બીજી કઢાઈ કે પૅન ચઢાવી તેમાં 1 ચમચી તેલ કે ઘી નાંખો.

9. હવે તજ પત્તા, સુકુ લાલ મરચું, પંચ ફોરન, રઈ નાંખી પકાવો.

10. પછી તેમાં સરસિયાનું પેસ્ટ અને ફ્રાય કરેલી વડીઓ તેમજ કારેલા મેળવો.

11. આ બધી શાકભાજીને કઢાઈમાં મેળવી ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય.

12. પછી તેને આંચ પરથી ઉતારો અને ગરમા ગરમ ચાવલ સાથે સર્વ કરો.

English summary
Sukto is a traditional Bengali dish made many vegetables & at least one bitter vegetable with a pinch of sugar to adjust the bitterness. Without this typical Bengali menu is just incomplete.
Story first published: Wednesday, February 22, 2017, 12:00 [IST]