નાશ્તામાં બનાવો સોજીનો ચીલો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપ બેસનનો ચીલો તો સારી રીતે બનાવવાનું જાણતા જ હશો. બેસનનો ચીલો દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને પ્રેમથી ખાવામાં આવે છે. આજે અમે આપને નાશ્તામાં ખાવા માટે સોજીનો ચીલો બનાવતા શીખવાડીશું કે જે ખૂબ જ સરળતાથી બની જાય છે. આ ચીલાને પૌષ્કિટ બનાવવા માટે અમે તેમાં પનીર મિક્સ કરીશું. તે બાળકોને બહુ વધારે પસંદ પડશે અને આપ તેમને આ સોજીનો ચીલો ટિફિન બૉક્સમાં આપી શકો છો. આવો જાણીએ કે સોજીનો ચીલો બનાવવાની વિધિ.

મગ દાળનો ચીલો

કેટલા લોકો માટે : 5-6

બનાવવામાં સમય : 20 મિનિટ

suji chilla recipe

સામગ્રી :

* સોજી - 1 કપ

* ઘઉંનો લોટ - 1/4 કપ

* દહીં - 1 કપ

* કૉબિજ - 1 કપ (ઝીણી સમારેલી)

* ફ્લૉવર - 1 કપ (ઝીણું સમારેલું)

* શિમલા મરચું - 1/2 કપ (ઝીણા સમારેલુ)

* પનીર - 100 ગ્રામ

* કોથમીર - 2/3 ટેબલ સ્પૂન

* તેલ - ચીલો સેકવા માટે

* આદુ - 1 ઇંચ (ઘસેલુ)

* લીલુ મરચું - 1 (ઝીણું સમારેલું)

* મીઠું - સ્વાદાનુસાર

* રઈ - નાની ચમચી

વિધિ

1. સૌપ્રથમ એક મિક્સરમાં દહીં, પનીર અને સોજી નાંખી મિક્સ કરો.

2. પછી તેમાં લોટ અને થોડુંક પાણી મેળવી સારી રીતે ફરીથી મિક્સ કરો.

3. આ મિશ્રણને એક વાટકામાં કાઢો અને તેમાં ઝીણી સમારેલી કૉબિજ, ફ્લૉવર, શિમલા મરચુ, લીલુ મરચુ, મીઠું, આદુ અને કોથમીર નાંખી સારી રીતે મિક્સ કરો.

4. હવે સોજીને 15 મિનિટ સુધી મૂકી દો કે જેથી તે સેટ થઈ જાય.

5. નૉન-સ્ટિક પૅન લો. તેમાં થોડુંક તેલ નાંખી ગરમ કરો. ગરમ તેલમાં રઈ નાંખી વઘાર કરો.

6. પછી 2 ચમચી ભરી સોજીનો ઘોળ નાંખી ફેલાવો. પૅનને 2થી 3 મિનિટ સુધી ઢાંકી દો.

7. પછી ચીલાને બીજી તરફ પલટી ભૂરો થવા સુધી સેકો અને જ્યારે ચીલો પાકી જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.

English summary
Sooji ka chila has evolved as a modified version of southindian food Uttapam. Here is the suji chilla recipe. Read How to make Sooji Ka chila.
Story first published: Tuesday, November 15, 2016, 13:30 [IST]