For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દશેરા ખાસ - સ્પાઇસી પનીર ટિક્કા

Posted By: Super Admin
|

પનીર ટિક્કા ખૂબ પૉપ્યુલર ડિશ છે કે જેને સૌ કોઈ પસંદ કરે છે. પનીર ટિક્કા થોડુંક મસાલેદાર ચોક્કસ હોય છે, પણ સ્વાદમાં તેનો કોઈ મુકાબલો નથી. જો આપ સ્વાતંત્ર્ય દિવસ જેવા ખાસ પ્રસંગે આ વાનગી બનાવતા હોવ, તો તેનેત્રણ રંગોના મેળથી બનાવો. તેના માટે આપ ડુંગળી, ધાણા તથા ગાજરનો પ્રયોગ કરી શકો છે. જ્યારે પનીર ટિક્કા બની જાયે, ત્યારે તેને પ્લેટમાં મૂકો અને આ ત્રણેય શાકોને પ્લેટમાં સજાવો.

કેટલા લોકો માટે-5

બનાવવામાં સમય-15 મિનિટ

સ્પાઇસી પનીર ટિક્કા

સામગ્રી-

  • પનીર-300 ગ્રામ
  • ડુંગળી-2 કાપેલી
  • શિમલા મરચુ-1 કાપેલુ
  • બટર-50 ગ્રામ
  • ટૉમેટો પ્યૂરી-2 ચમચી
  • લાલ મરચાનું પાવડર-1 ચમચી
  • ગરમ મસાલા પાવડર-1 ચમચી
  • કસ્તૂરી મેથી-2 ચમચી
  • તાજી ક્રીમ-2 ચમચી
  • કોથમરી-1/2 કપ
  • લીલું મરચુ-4 (વચ્ચેથી કાપેલા)
  • નમક- સ્વાદ મુજબ

વિધિ-

  1. સૌપ્રથમ પૅનમાં બટર ઓગાળી લો.
  2. તેના પછી તેમાં ટૉમેટો પ્યૂરી, લાલ મરચાનુ પાવડર, ગરમ મસાલો તથા કસ્તૂરી મેથી મેળવો.
  3. પછી તેમાં નમક મેળવો અને 4 મિનિટ સુધી હળવી આંચ પર પાકવા દો.
  4. હવે ફ્રેશ ક્રીમ મેળવો તથા ગ્રેવીને ઘટ્ટ થવા સુધી 2-3 મિનિટ માટે પકાવો. હવે ગ્રેવી ઠંડી થવા દો અને પછી પનીરના પીસને તેમાં નાંખીને મૅરીનેટ કરો.
  5. ડુંગળી તથા શિમલા રચુ પણ નાંખી દો અને 15 મિનિટ સુધી પાકવા દો. જ્યાં સુધી પનીર થઈ રહ્યું છે, ત્યાં સુધી આપ માઇક્રોવેવને 250 ડિગ્રી સુધી ગરમ કરી લો.
  6. તે પછી લાકડાની સિંક લઈ તેને બટરથી ગ્રીસ કરી દો અને તેમાં પનીર પીસ, ડુંગળીનાં ટુકડા તથા શિમલા મરચાના ટુકડા લગાવી દો.
  7. બ્રશની મદદથી તેમની ઉપર બટર લગાવી દો અને 10-12 મિનિટ માટે ગ્રિલ્લ કરી દો.
  8. જ્યારે તે થઈ જાય, ત્યારે પાંચ મિનિટ સુધી માટે એવું જ રહેવા દો અને પછી સિંકને બહાર કાઢી લો.
  9. લો તૈયાર થઈ ગયું આપનું મસાલેદાર પનીર ટિક્કા. હવે તેને સર્વ કરતા પહેલા લીલુ મરચુ, કાપેલી ડુંગળી તથા સમારેલી કોથમીર નાંખો.
[ of 5 - Users]
English summary
Paneer tikka is a very popular appetiser that we all love to eat. The tricolours make paneer makhani tikka the perfect dish to have on India's Independence Day.
X
Desktop Bottom Promotion