For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વેજ ખાનાર માટે સોયા બોટી કબાબ કોરમ

આ રેસિપીનું નામ સાંભળીને તમને લાગ્યું હશે કે કદાચ આ કોઈ નોન વેજ ડિશ છે.

Posted By: KARNAL HETALBAHEN
|

આ રેસિપીનું નામ સાંભળીને તમને લાગ્યું હશે કે કદાચ આ કોઈ નોન વેજ ડિશ છે. પરંતુ આ તો સોયા ચંક્સ એટલે કે સોયબીનની વડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક ટેસ્ટી ડિશ છે.

જે લોકો નોન વેજ નથી ખાતા તેમને આ ડિશ ખાઈને સારું લાગશે કેમકે કંઈક એજ અંદાજમાં બનાવવામાં આવી છે. સોયા બોટી કબાબ કોરમા, ન્યૂટ્રિલાથી તૈયાર થનાર ડિશ છે, જેને તમે સન્ડે કે કોઇપણ રજાના દિવસે બનાવી શકો છો.

તેને તમે પરાઠા કે ભાતની સાથે સર્વ કરી શકો છો. તેનો ટેસ્ટ ઘણો સારો હોય છે, જેને બાળકથી લઈને મોટા સુધી પસંદ કરશે. તો આવો જાણીએ આ રેસિપી બનાવવાની રીત-

કેટલા- ૪ સદસ્યો માટે

તૈયારીમાં સમય - ૩૦ મિનીટ

બનાવવાનો સમય- ૪૦ મિનીટ

Soya Boti Kebab Korma

સામગ્રી-

૧૦૦ ગ્રામ સોયા ચંક્સ

૧ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર

૨૫ ગ્રામ આદુની પેસ્ટ

૨૫ ગ્રામ લસણની પેસ્ટ

૨ મધ્યમ આકારની ડુંગળી ઝીણી સમારેલી

૨ ઈંચ તજ

૧૦ ગ્રામ જીરું

૨ ટીસ્પૂન આખા ધાણા

૧ ટીસ્પૂન લાલ મરચાનો પાવડર

૨ ટીસ્પૂન ખસખસના બીજ

૧ ટીસ્પૂન કાળા મરીનો પાવડર

૩૦ ગ્રામ શેકેલો ચણાનો લોટ

તમાલપત્ર

૪-૫ લીલી ઈલાયચી

૧/૨ જાયફળ

૧ જાવિત્રી

૨૦૦ ગ્રામ ઘી

૧૦૦ ગ્રામ દહી

૧ ચમચી કેવડાનું પાણી

મીંઠુ સ્વાદ મુજબ

બનાવવાની રીત-

૧. સૌથી પહેલાં સોયા ચંક્સને ગરમ પાણીમાં ૫ મિનીટ માટે પલાળીને રાખી દો અને પછી તેને દબાવીને પાણી નીકાળી લો.

૨. હવે મેરીનેડ બનાવવા માટે તમારે એક કટોરામાં આદુ, લસણની પેસ્ટ અને મીંઠુ મેળવવું પડશે. પછી આ મેરિનેડને સોયા ચંક્સ પર સારી રીતે લગાવો અને પછી તેને ૫-ણ્ કલાક માટે ફ્રિઝમાં રાખી દો.

૩.તેના પછી એક ગરમ તવા પર ખસખસના બીજને હળવા શેકીને તેની પેસ્ટ બનાવો. પછી જાયફળ અને જીરાને પણ અલગ અલગ શેકીને તેની પણ પેસ્ટ બનાવી લો.

૪. પછી ડુંગળીને સ્લાઈસમાં કાપો અને એક પેન ગેસ પર ચઢાવીને તેમાં થોડું ઘી ગરમ કરો. હવે આ ગરમ ઘીમાં ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકો. પછી તે ડુંગળીની પેસ્ટ બનાવી લો.

૫. હવે તે ઘીમાં મેરીનેટ કરેલા સોયા ચંક્સને નાંખો અને ૨ મિનીટ સુધી થવા દો. પછી તેમાં મસાલાની પેસ્ટ નાંખીને થોડી મીનીટ સુધી થવા દો.

૬. ઉપરથી ડુંગળીની પેસ્ટ, ફેટેલું દહી અને સોયા ચંક્સને મેરિનેડ કરવા માટે જે પેસ્ટ તૈયાર કર્યું હતુ, જો તે બચ્યું હોય તો તેને પણ નાંખી દો.

૭. આ બધી વસ્તુઓને ૪-૫ મિનીટ સુધી હલાવતા બનાવો.

૮. પછી તેમાં ૧ કપ પાણી મેળવો અને ૫-૬ મિનીટ સુધી હલાવો.

૯. શેકેલા ચણાના લોટને અડધા કપ પાણીમાં ઘોળી લો અને તેને પેનમાં નાંખીને ૪-૫ મિનીટ સુધી બનાવો.

૧૦. આંચને ધીમી રાખો અને કોરમાને જાડું થાય ત્યા સુધી થવા દો.

૧૧. પછી કેવડાનું પાણી નાંખો અને પેનને આંચ પરથી ઉતારી લો. પછી ગરમા ગરમ સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Soya Boti Kebab Korma is a 100% vegetarian kebab dish which is marinated soya chunks in a korma sauce. Here is a recipe to try.
Story first published: Thursday, May 18, 2017, 10:46 [IST]
X
Desktop Bottom Promotion