For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહી મટર પનીર રેસિપી

Posted By: Lekhaka
|

શાહી મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે. જો આપને મટર પનીરની સિંપલ રેસિપી બનાવતા આવડે છે, તો આજે અમે આપને તેને થોડુંક ટ્વિસ્ટ સાથે બનાવતા શીખવાડીશું. આજે અમે આપને શાહી મટર પનીર બનાવતા શીખવાડીશું. આ શાહી ડિશમાં કાજૂની પેસ્ટ નાંખવામાં આવે છે, પરંતુ જો આપની પાસે કાજૂ નથી, તો આપ તેમાં તલ પીસીને નાંખી શકો છો. એવું કરવાથી આપનાં પનીરના શાકનો સ્વાદ વધુ ખિલી જશે. આવો જાણીએ આ સરળ રેસિપીની વિધિ.

Shahi Matar Paneer Recipe

કેટલા લોકો માટે - 3

તૈયારીમાં સમય - 10 મિનિટ

પકવવામાં સમય - 20 મિનિટ

સામગ્રી :

* પનીર - 200 ગ્રામ

* તાજા વટાણા - 1 કપ

* ડુંગળી - 2 સ્લાઇસ

* લસણ - 6-7

* કાજૂ - 2

* ટામેટા - 2

* ધાણા પાવડર - 1 ચમચી

* હળદર પાવડર - 1 ચમચી

* લાલ મરચુ પાવડર - 2 ચમચી

* મીઠું - સ્વાદ મુજબ

* ગરમ મસાલા પાવડર - 1 ચમચી

* જીરૂં - 1 ચમચી

* તજ - 1

* કસૂરી મેથી - 2 ચમચી

* બટર કે તેલ - 2 ચમચી

વિધિ :

1. પૅનમાં 2 ચમચી તેલ કે બટર ગરમ કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખી ગોલ્ડન બ્રાઉન સેકી લો.

2 ડુંગળીને પ્લેટમાં કાઢી તે જ પૅનમાં પનીરનાં ક્યૂબ્સ તળી લો.

3. એક વાર જ્યારે પનીર બ્રાઉન થઈ જાય, ત્યારે તેને પ્લેટમાં કાઢી લો.

4. હવે ફ્રાય કરેલી ડુંગળીને લસણ તથા ટામેટા સાથે મિક્સરમાં પીસી લો.

5. તે પછી કાજૂની પણ પેસ્ટ તૈયાર કરી લો અલગથી.

6. હવે જુદા પૅનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂ અને તજ નાંખો.

7. જ્યારે જીરૂ થઈ જાય, ત્યારે તેમાં ડુંગળી, લસણ અને ટમાટર વાળી પેસ્ટ નાંખી 4 મિનિટ સુધી પકાવો.

8. તે પછી હળદર પાવડર, ધાણા પાવડર, લાલ મરચુ પાવડર અને તાજા લીલા વટાણા ઝોંકી દો.

9. તે પછી તેમાં નમક અને કાજૂ પેસ્ટ નાંખી 5 મિનિટ સુધી પકાવો.

10. હવે આપ તેમાં પનીરનાં ક્યૂબ્સ નાંખી હલાવો.

11. કસૂરી મેથીને હથેળી પર મસળીને કરીમાં નાંખો. મિક્સ કરો.

12. તે પછી 1 કપ પાણી નાંખી મિક્સ કરો અને ધીમી આંચ પર 10 મિનિટ પકાવો.

13. એક વાર થઈ ગયા બાદ ગરમ મસાલા પાવડર ભભરાવો અને ગ્રેવીની આંચ બંધ કરી દો.

14. આપનું શાહી મટર (વટાણા) પનીરનું શાક તૈયાર છે. તેને રોટલી અને પુલાવ સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Fresh green peas with fresh paneer is a treat that you shouldn't miss. But as most of us are aware of the usual recipe of matar paneer, we thought of giving this recipe a royal twist
Story first published: Wednesday, November 16, 2016, 10:17 [IST]
X
Desktop Bottom Promotion