ઢગલાબંધ શાકભાજીઓ સાથે બનાવો સેવઇયા બિરિયાની

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જો આપ એક સારા કુક ન પણ હોવ, તો આપ આ સિંપલ રેસિપીને આરામથી બનાવી શકો છો. જો આપ સેવઇયા બનાવતી વખતે તેમાં ઢગલાબંધ શાકભાજીઓ મિક્સ કરી દો, તો ખૂબ પૌષ્ટિક બની જશે.

સેવઇયાથી આપ ટેસ્ટી બિરિયાની બનાવી શકો છે કે જેને નાશ્તા કે લંચ દરમિયાન સર્વ કરી શકાય છે. તે ખાવામાં ટેસ્ટી તો હોય જ છે, સાથે-સાથે ખાતા પેટ પણ આરામથી ભરાઈ જાય છે.

જો આપ એક સારા કુક ન પણ હોવ, તો પણ આપ આ સિંપલ રેસિપીને આરામથી બનાવી શકો છો. જો આપ સેવઇયા બનાવતી વખતે તેમાં ઢગલાબંધ શાકભાજીઓ મિક્સ કરી દો, તો તે ખૂબ પૌષ્ટિક બની જશે. તો વાર શેની ? આવો જાણીએ સેવઇયિા બિરિયાની સિંપલ રીત.

Semiya Biryani For Lunch

કેટલા - 2 સભ્યો માટે

તૈયારીમાં સમય - 5 મિનિટ

પકવવામાં સમય - 15 મિનિટ

સામગ્રી -

* 1.5 કપ વર્મીસેલી / સેવઇયા

* 2 1/4 કપ પાણી

* મીઠું - જરૂર મુજબ

* 1 નાનું તજ પત્તું

* 1 નાનું જાયફળ

* 1/2 ચમચી જીરૂં

* 1 ઇંચ તજ

* 3થી 4 લવિંગ

* 2 લીલી એલચી

* 1 ઝીણી સમારેલી ડુંગળી

* 1 લીલુ મરચુ

* 1 ચમચી આદુ લસણ પેસ્ટ

* 3/4થી 1 કપ મિક્સ વેજિટેબલ ગાજર, કૉબિજ, વટાણા, બીન્સ વિગેરે

* 10 ફુદીનાનાં પત્તા

* થોડીક કોથમીર

* 1/4થી 1/2 ચમચી બિરિયાની મસાલા પાવડર

* 1/4 ચમચી લાલ મરચુ પાવડર

રેસિપી બનાવવાની વિધિ :

1. સૌપ્રથમ વર્મીસેલીને પૅનમાં વગર તેલે થોડુંક સેકી લો અને કિનારા પ્લેટમાં કાઢી લો.

2. પછી પૅનમાં તેલ નાંખો અને તે પછી સૂકા મસાલા નાંખી 2 મિનિટ સુધી પકાવો.

3. પછી સમારેલીડુંગળી અને લીલુ મરચુ નાંખી હળવું ગોલ્ડન થવા સુધી ફ્રાય કરો.

4. તે પછી સમારેલી શાકભાજીઓ, કોથમીર અને ફુદીનો નાંખી 3 મિનિટ પકાવો. પછી પૅનને ઢાંકી દો અને તમામ શાકભાજીઓ પાકવા દો. જો જરૂર પડે, તો થોડુંક પાણી મેળવો.

5. તે પછી તેમાં મસાલા પાવડર નાંખી ઉપરથી મીઠું અને પાણી નાંખો.

6. મીઠું એક વાર ચાખી લો અને પાણીને ઉકાળી લો.

7. પછી તેમાં વર્મીસેલી (સેવઇયા) મેળવી ત્યાં સુધી પકાવો કે જ્યાં સુદી પાણી સુકાઈ ન જાય.

8. પછી ગૅસ બંધ કરી દો અને પૅનને 5 મિનિટ સુધી ઢાંકેલું રહેવા દો.

9. પછી પૅનમાંથી સેવઇયા કાઢી તેને રાયતા સાથે સર્વ કરો.

English summary
Semiya Biryani is perfect for Breakfast or Lunch. This recipe is very easy to cook and tastes very good. So, learn how to make this Semiya Biryani for lunch.
Story first published: Monday, January 23, 2017, 12:00 [IST]