સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવો મગની દાળની ખીર

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ચોખાની ખીર તો બધાએ ખાધી જ હશે આજે અમે તેમાં થોડું એક્સપ્રેરિમેન્ટ કરીને તમારા માટે મગ દાળની ખીરની રેસિપી જણાવી રહ્યા છીએ. મગ દાળ પ્રોટીન અને મિનરલથી ભરપૂર હોય છે એવામાં જ્યારે તમે તેને દૂધની સાથે મિક્સ કરીને ખીર બનાવો છો તો તેની પોષ્ટિકતા બેગણી વધી જાય છે. આવો જાણીએ તેને બનાવવાની રીત-

સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવો મગની દાળની ખીર

સામગ્રી:
૧/૨ ચોખા
૧/૨ કપ મગની દાળ
૨ કપ દૂધ
૧/૨ કપ ગોળ
૧/૨ નાની ચમચી ઈલાયચી પાવડર
૨ ચમચી ઘી
૩ કપ પાણી
કેસર ગરમ દૂધમાં નાંખેલું
૧ ચમચી કાજુ
૧ ચમચી બદામ
૧ ચમચી કિશમિશ

રીત-
એક પેન લો અને તેમાં ઘી નાંખીને ગરમ કરો. હવે તેમાં કાજુ અને બદામ નાંખીને શેકી લો અને પછી આંચ બંધ કરીને તેમાં કિશમિશ નાંખીને બધાને સારી રીતે મિક્સ કરી લો.

હવે આજ પેનમાં મગની દાળ અને ચોખા નાંખો અને બ્રાઉન થાય ત્યા સુધી શેકો. જો તમે તેને શેકવા ના ઈચ્છતા હોય તો તેની જગ્યાએ તમે દાળ અને ચોખાને પાણીની સાથે મિક્સ કરીને કુકરમાં નાંખીને ધીમી આંચ પર ૨-૩ સીટી વગાડો. જ્યારે તે ચડી જાય તો તેને નીકાળીને અલગ રાખી દો.

હવે એક બીજા પેનમાં ઘી નાંખીને તેમાં ચડેલા ચોખા અને મગની દાળ નાંખો. તેમાં ગોળ નાંખીને ધીમી આંચ પર તેને ઘોળવા દો. જ્યારે ગોળ સારી રીતે મિક્સ થઈ જાય અને મિશ્રણ જાડું થઈ જાય તો તેમાં ઈલાયચી પાવડર અને કેસર નાંખો. તેને ૨-૩ મિનીટ સુધી થવા દો અને પછી આંચને બંધ કરી દો.

હવે આ મિશ્રણમાં શેકેલા કાજુ, કિશમિશ અને બદામ નાંખો. હવે તેમાં ઉકાળીને ઠંડુ કરેલું દૂધ નાંખો અને હવે તે તમારી સ્વાદિષ્ટ હેલ્દી ખીર એકદમ તૈયાર છે. તેને ફ્રીઝમાં રાખીને ઠંડી કરીને ખાઓ

Read more about: sweets મિઠાઈ
English summary
Here is the detailed recipe about how to make rice moong dal kheer at home.
Story first published: Tuesday, June 20, 2017, 17:45 [IST]