વીડિયો જોઈ શીકો પંજાબી સ્ટાઇલનું બટાકા-વટાણાનું શાક

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જો આપ બપોર માટે કોઈ સિંપલ શાક શોધી રહ્યા છો, તો આ પંજાબી સ્ટાઇનાં બટાકા-વટાણા બનાવવાનું ન ભૂલો. આવો વાંચીએ અને સાથે જ જોઇએ આ રેસિપીનો વીડિયો

આલુ મટર એટલે કે બટાકા-વટાણાનું શાક કોને નથી ગમતું ? ખાસ તો ત્યારે કે જ્યારે ઠંડીની ઋતુ આવવા લાગે. હા જી, આ શાક બનાવવામાં તો સરળ છે જ, સાથે તેનો સ્વાદ પણ ગજબ લાગે છે. આ સિંપસલ શાક જો વીડિયો જોઈને બનાવતા શીખી જવાય, તો તેને બનાવવું વધુ આસાન થઈ જાય છે.

તો જો આપ આજે બપોર માટે કોઈ સિંપલ શાક બનાવવા માંગતા હોવ, તો આ પંજાબી સ્ટાઇલનું બટાકા-વટાણાનું શાક બનાવવાનું ન ભૂલો. આવો વાંચીએ અને સાથે જ જોઇએ આ રેસિપીનો વીડિયો.

કેટલા - 4 સભ્યો માટે

તૈયારીમાં સમય - 10 મિનિટ

પકાવવામાં સમય - 20 મિનિટ

સામગ્રી :

* તેલ - 2 ચમચી

* જીરૂ - 1/2 ચમચી

* ડુંગળી - 3/4 કપ (સમારેલી)

* લસણ - 1 ચમચી

* આદુ - 1 ચમચી

* લીલા મરચાની પેસ્ટ - 1 ચમચી

* ટામેટા - 1 કપ

* પાણી - જરૂરિયાત મુજબ

* લીલા વટાણા - 1 કપ બાફેલા

* બાફેલા બટાકા - 11/2 કપ

* મીઠુ - સ્વાદ મુજબ

* લાલ મરચાનું પાવડર - 11/2 ચમચી

* ગરમ મસાલો - 1/2 ચમચી

* હળદર - ચપટી ભર

* કોથમીર - 1 ચમચી

બનાવવાની વિધિ :

1. એક નૉન સ્ટિક પૅન લો અને તેમાં તેલ ગરમ કરો. પછી તેમાં જીરૂ નાંખો. પછી તેમાં સમારેલી ડુંગળી નાંખી ગોલ્ડન બ્રાઉન થવા સૂધી સેકો.

how to prepare aloo matar recipe

2. હવે તેમાં લસણ, આદુ, ટામેટા અને લીલા મરચાની પેસ્ટ મેળવો.

how to prepare aloo matar recipe

3. જ્યારે તમામ મસાલા પાકી જાય, ત્યારે તેમાં લીલા વટાણા અને બાફેલા બટાકા નાંખો.

how to prepare aloo matar recipe

4. પછી તેમાં મીઠું, લાલ મરચા પાવડર, હળદર પાવડર અને ગરમ મસાલા પાવડર મિક્સ કરો.

how to prepare aloo matar recipe

5. હવે તેમાં 1 કપ પાણી મિક્સ કરો અને કરીને ઉકાળો.

6. તે પછી તેમાં નાંખેલા બટાકાને મૅશ કરી લો કે જેથી શાકની ગ્રેવી થોડીક ગાઢી થઈ જાય.

how to prepare aloo matar recipe

7. આપનું બટાકા-વટાણાનું શાક હવે તૈયાર છે. તેને ગરમા-ગરમ રોટલી કે પછી ભાત સાથે સર્વ કરો અને હા, ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરવાનું ન ભૂલતા.

English summary
Now who doesn't like Aloo Matar ki sabji? Aloo matar is one of the best gravy recipes that you can prepare for rotis or chapati.
Story first published: Friday, November 11, 2016, 16:15 [IST]