Just In
- 599 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 608 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1338 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1341 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ફુદીના છાશ રેસિપી. મિંટ ફ્લેવર બટર મિલ્ક રેસિપી. ફુદીના લસ્સી રેસિપી
આદુ, ફુદીના અને મીઠાં સાથે જીરૂંનો સ્વાદ દહીંમાં કંઇક આ રીતે ભળે છે કે તેનાથી તૈયાર થયેલ ડ્રિંક 'છાશ' આખા ભારતમાં શોખથી પીવામાં આવે છે. એમ તો છાશ પંજાબમાં ભોજન બાદ પીવામાં આવે છે, પરંતુ તેનો સ્વાદ સમગ્ર ભારતને એવો જામ્યો કે સૌ કોઈ તેને પીવાની તક ગુમાવતાં નથી.
ફુદીના લસ્સી શરીર માટે ઠંડકનું કામ કરે છે, કારણ કે દહીં અને ફુદીના બંન ઉનાળામાં શરીરનાં તાપમાનને ઠંડુ બનાવી રાખે છેો. પંજાબમાં તો તીખા મસાલા ધરાવતા ભોજન કર્યા બાદ તેને કાયમ પીવામાં આવે છે.
ફટાફટ તૈયાર થતી આ છાશ વગર કોઈ મહેનતે તૈયાર થઈ જાય છે. તેથી જો આપ તીવ્ર ગરમીથી બચવા માટે છાશ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો આજે અમે અહીં આપની સાથે શૅર કરી રહ્યાં છીએ ફુદીના છાશની રેસિપી. તેપણ સ્ટેપ બાય સ્ટેપ. સાથે જ આ રેસિપીના ફોટો અને વીડિયોની મદદથી પણ આપ તેને ઘરે જ મિનિટોમાં બનાવી શકો છો.
ફુદીના છાસ રેસિપી વીડિયો
{recipe}
સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો ફુદીના છાશ ?
1. ફુદીનાનાં પાંદડાનાને કાપી લો.
2. લીલા મરચાને કાપી લો.
3. સમારેલા ફુદીના અને લીલા મરચાને મિક્સીનાં જારમાં નાંખો.
4. તે પછી તેમાં આદુ અને અડધું કપ પાણી નાંખો.
5. હવે આ તમામને સારી રીતે મિક્સ કરી એક મુલાયમ જેવું ઘોળ બનાવી લો.
6. સાથે જ સાથે ગાઢું દહીં લઈ તેને સારી રીતે એટલું ફેંટો કે તે મુલાયમ થઈ જાય.
7. હવે આ જ દહીંમાં મિક્સીમાં તૈયાર કરેલ મિક્સચર મેળવી દો.
8. તે પછી બચેલું અડધું કપ પાણી મેળવી ફરી એક વાર સારી રીતે ફેંટો.
9. આ તૈયાર મિક્સચરમાં મીઠું અને જીરૂં મેળવો.
10. તેનાં તરત બાદ તેને સર્વિંગ ગ્લાસમાં નાંખો.
11. સૌથી છેલ્લે તેને તાજા ફુદીનાનાં પાંદડા અને સૂકા ફુદીનાનાં પાવડરથી ગાર્નિશ કરો.