Latest Updates
-
temp article guj bs -
this is gujarati boldsky budget -
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
ફુદીના છાશ રેસિપી. મિંટ ફ્લેવર બટર મિલ્ક રેસિપી. ફુદીના લસ્સી રેસિપી
મુખ્યત્વે પંજાબી ખાણી-પીણીનું મહત્વનું ડ્રિંક ફુદીના છાશ આખા ભારત વર્ષમાં પસંદ કરવામાં આવે છે. આજે અમે અહીં આ જ છાશની રેસિપીને ફોટોસ અને વીડિયો વડે ડિટેલમાં શૅર કરી રહ્યાં છીએ.
આદુ, ફુદીના અને મીઠાં સાથે જીરૂંનો સ્વાદ દહીંમાં કંઇક આ રીતે ભળે છે કે તેનાથી તૈયાર થયેલ ડ્રિંક 'છાશ' આખા ભારતમાં શોખથી પીવામાં આવે છે. એમ તો છાશ પંજાબમાં ભોજન બાદ પીવામાં આવે છે, પરંતુ તેનો સ્વાદ સમગ્ર ભારતને એવો જામ્યો કે સૌ કોઈ તેને પીવાની તક ગુમાવતાં નથી.
ફુદીના લસ્સી શરીર માટે ઠંડકનું કામ કરે છે, કારણ કે દહીં અને ફુદીના બંન ઉનાળામાં શરીરનાં તાપમાનને ઠંડુ બનાવી રાખે છેો. પંજાબમાં તો તીખા મસાલા ધરાવતા ભોજન કર્યા બાદ તેને કાયમ પીવામાં આવે છે.
ફટાફટ તૈયાર થતી આ છાશ વગર કોઈ મહેનતે તૈયાર થઈ જાય છે. તેથી જો આપ તીવ્ર ગરમીથી બચવા માટે છાશ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો આજે અમે અહીં આપની સાથે શૅર કરી રહ્યાં છીએ ફુદીના છાશની રેસિપી. તેપણ સ્ટેપ બાય સ્ટેપ. સાથે જ આ રેસિપીના ફોટો અને વીડિયોની મદદથી પણ આપ તેને ઘરે જ મિનિટોમાં બનાવી શકો છો.
ફુદીના છાસ રેસિપી વીડિયો

Recipe By: મીના ભંડારી
Recipe Type: ડ્રિંક
Serves: 2 લોકો માટે
-
ફુદીના પાન - 5-6+ગાર્નિશિંગ માટે
આદુ (કચડેલું) - એક ઇંચ
લીલા મરચા - 1
પાણી - 1 કપ
ગાઢું દહીં - 2 કપ
મીઠું - સ્વાદ મુજબ
જીરૂં પાવડર - 1 ટી સ્પૂન
સૂકા ફુદીનાનો પાવડર - ગાર્નિશિંગ માટે (ઇચ્છા મુજબ)
-
1. ફુદીનાનાં પાંદડા કાપી લો.
2. લીલા મરચા કાપી નાંખો.
3. સમારેલા ફુદીના અને લીલા મરચાને મિક્સીનાં જારમાં નાંખો.
4. તે પછી તેમાં આદુ અને અડધુ કપ પાણી નાંખો.
5. હવે આ તમામને સારી રીતે મિક્સ કરી એક મુલાયમ ઘોળ બનાવી લો.
6. સાથે જ સાથે ગાઢું દહીં લઈ તેને સારી રીતે ફેંટો કે તે મુલાયમ થઈ જાય.
7. હવે આ દહીંમાં મિક્સીમાં તૈયાર થયેલ મિક્સ્ચર મેળવી દો.
8. તે પછી બચેલું અડધું કપ પાણી મેળવી ફરી એક વાર સારી રીતે ફેંટો.
9. આ તૈયાર મિક્સચરમાં મીઠું અને જીરૂં મેળવો.
10. તેનાં તરત બાદ તેને સર્વિંગ ગ્લાસમાં નાંખો.
11. સૌથી છેલ્લે તેને તાજા ફુદીનાના પાંદડા અને સૂકા ફુદાનાનાં પાવડરથી ગાર્નિશ કરો.
- 1. ફુદીનાના પાંદડાનાં કામમાં લેતા પહેલા સારી રીતે ધુઓ.
- 2. જો આપ તેને વ્રત માટે બનાવી રહ્યા છો, તો આપ તેમાં સામાન્ય મીઠુંનાં સ્થાને ફરાળી મીઠું કે સંચળ નાંખી શકો છો.
- સર્વિંગ સાઇઝ - 1 ગ્લાસ
- કૅલોરીઝ - 244 cal
- ફૅટ - 15.8 g
- પ્રોટીન - 12.7 g
- કાર્બોહાઇડ્રેટ્સ - 13.3g
સ્ટેપ બાય સ્ટેપ - કેવી રીતે બનાવશો ફુદીના છાશ ?
1. ફુદીનાનાં પાંદડાનાને કાપી લો.
2. લીલા મરચાને કાપી લો.
3. સમારેલા ફુદીના અને લીલા મરચાને મિક્સીનાં જારમાં નાંખો.
4. તે પછી તેમાં આદુ અને અડધું કપ પાણી નાંખો.
5. હવે આ તમામને સારી રીતે મિક્સ કરી એક મુલાયમ જેવું ઘોળ બનાવી લો.
6. સાથે જ સાથે ગાઢું દહીં લઈ તેને સારી રીતે એટલું ફેંટો કે તે મુલાયમ થઈ જાય.
7. હવે આ જ દહીંમાં મિક્સીમાં તૈયાર કરેલ મિક્સચર મેળવી દો.
8. તે પછી બચેલું અડધું કપ પાણી મેળવી ફરી એક વાર સારી રીતે ફેંટો.
9. આ તૈયાર મિક્સચરમાં મીઠું અને જીરૂં મેળવો.
10. તેનાં તરત બાદ તેને સર્વિંગ ગ્લાસમાં નાંખો.
11. સૌથી છેલ્લે તેને તાજા ફુદીનાનાં પાંદડા અને સૂકા ફુદીનાનાં પાવડરથી ગાર્નિશ કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.



Click it and Unblock the Notifications































