For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરે બનાવો હેલદી ઢોંસા પિત્ઝા

Posted By: Lekhaka
|

તમે પિત્ઝા તો ખૂબ ખાધા જ હશે, ખાસ કરીને બાળક જ્યારે પણ બહાર જાય છે ત્યારે તે જંક પિત્ઝા ખાવાની ખૂબ જિદ કરતા હશે પરંતુ તમે અનહેલદી હોવાના કારણે તેની જિદ માનવાની ના પાડી દેતા હશો. આજે અમે પત્ઝામાં એક્સપેરિમેન્ટ કરીને તમારા માટે ઢોંસા પિત્ઝાની રેસિપી લઈને આવ્યા છીએ. આ ડિશ તમારા બાળકને જરૂર પસંદ આવશે. આવો જાણીએ આ રેસિપી વિશે.

Pizza Dosa Recipe

સામગ્રી:

  • ૨ કપ ઈડલી ઢોંસાનું બેટર
  • અડધો કપ છીણેલું ચીઝ
  • એક નાનો કપ કાપેલી ઝીણી ડુંગળી
  • એક નાનું ટામટું ઝીણું કાપેલું
  • એક નાનું શિમલા મિર્ચ ઝીણું સમારેલું
  • ૨ મોટી ચમચી સ્વીટ કોર્ન (બાફેલા)
  • ૨ મોટી ચમચી ગાજર (ઝીણા સમારેલા)
  • ૨ મોટી ચમચી ચિલી સોસ
  • ૨ મોટી ચમચી ટોમેટો સોસ
  • ૧ નાની ચમચી પીસેલા કાળા મરી
  • ૨-૩ મોટી ચમચી તેલ

રીત:-

  1. બધા શાકભાજીને કાપીને મિક્સ કરી લો.
  2. એક તવો કે પેનને ગરમ કરો એક મોટી ચમચી બેટર નાંખી મોટા ઢોંસાને ફેલાવો, તેને વધુ પાતળો ના થવા દો.
  3. ઢોંસાની ઉપર ટોમેટો સોસ અને ચિલી સોસ નાંખીને ફેલાવી દો.
  4. કાપેલી શાકભાજી નાંખીને પૂરી ફેલાવી દો, પછી કાળા મરીનો પાવડર અને થોડું મીંઠુ ભભરાવી દો.
  5. છીણેલું ચીઝ નાંખીને ફેલાવી દો, તવાને ઢાંકળથી બંધ કરી દો.
  6. ધીમી આંચ પર એક-બે મિનીટ સુધી ચડવા દો કે ચિઝ ગળે ત્યાં સુધી થવા દો.
  7. ઢાંકળ ખોલીને પિત્ઝાને તવામાંથી પ્લેટમાં નીકાળી લો અને ટુકડાં કરીને ટોમેટો સોસની સાથે સર્વ કરો.
  8. આ રીતે બધા બેટરથી પિત્ઝા ઢોંસા બનાવી લો અને ગરમ ગરમ જ સર્વ કરો.
[ of 5 - Users]
Read more about: snacks નાસ્તો
English summary
Pizza Dosa is a delicious, easy to make treat for kids. Kids love pizzas but it is often seen as unhealthy and junk food.
X
Desktop Bottom Promotion