Just In
- 594 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 603 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1333 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1336 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
કેળાથી બનાવો આ ટેસ્ટી South Indian Snack પનિયારમ
આ સ્નૅક એક સાઉથ ઇંડિયન સ્નૅક છે કે જે પાકેલા કેળામાંથી તૈયાર કરવામાં આવે છે. તેનું નામ પનિયારમ હોય છે. આ સ્નૅકમાં બહુ બધા લોટનો પ્રયોગ થાય છે, પરંતુ આપ તેમાં ઢગલાબંધ કેળા મેળવી શકો છો.
સાંજે એક હૅલ્ધી નાશ્તો બનાવવો ખૂબ જ મુશ્કેલ કાર્ય હોઈ શકે છે, કારણ કે આ દરમિયાન મોટાભાગે આપણાં મગજમાં તળેલી-સેકેલી વસ્તુઓ જ હોય છે, પરંતુ આજે અમે આપને એક ટેસ્ટી અને તદ્દન સરળ વસ્તુ બનાવતા શીખવાડીશું કે જે પાકેલા કેળામાંથી બનાવવામાં આવે છે.
આ સ્નૅક એક સાઉથ ઇંડિયન સ્નૅક છે કે જે પાકેલા કેળામાંથી તૈયાર કરવામાં આવે છે. તેનું નામ પનિયારમ હોય છે. આ સ્નૅકમાં બહુ બધા લોટનો પ્રયોગ થાય છે, પરંતુ આપ તેમાં ઢગલાબંધ કેળા મેળવી શકો છો. તો આવો હવે જોઇએ તેને બનાવવાની વિધિ :
જરૂરી સામગ્રી
* પાકેલા કેળા - 2
* ગોડ - 3/4 કપ
*મેદા કે ઘઉંનો લોટ - 1/4 કપ
* ચોખાનો લોટ - 1/4 કપ
* પાણી - 1.5 કપ અથવા જરૂર મુજબ
* નારિયેળ - 4-5 મોટી ચમચી (કદ્દૂકસ)
* ઘી કે તેલ - જરૂર મુજબ
* એલચી પાવડર - 1/2 નાની ચમચી
* કિશમિશ - 1-2 મોટી ચમચી (વૈકલ્પિક)
બનાવવાની વિધિ :
1. કેળાને છોલીને તોડી લો અને મિક્સીમાં વાટી પેસ્ટ બનાવીલો.
2. પછી એક વાટકામાં ગોડ સાથે અડધું કપ પાણી નાંખી પિગળાવો. તે પછી તેને ગાળી લો.
3. હવે કેળા, નારિયેળ અને મેદા સાથે ગોડનું સિરપ મેળવો.
4. તે પછી તેમાં એલચી પાવડર મેળવી સારી રીતે મિક્સ કરો.
5. આ ઘોળ જરાય પાતળું ન હોવું જોઇએ, પણ એક ઘટ્ટ પેસ્ટ હોવું હોઇએ.
6. જો આપને તે બહુ ઘટ્ટ લાગતું હોય, તો તેમા હળવુંક પાણી મિક્સ કરો.
7. હવે પનિયારમ પૅન લો અને તેનાં સંચામાં ઘી મેળવો. પછી તેમાં એક ચમચી ઘોળ નાંખી પકાવો.
8. છેલ્લે તેની પર થોડુક ઘી નાંખો.
9. એક વાર જ્યારે આપને લાગે કે તે અંદરથી પાકી ચુક્યું છે, ત્યારે ફરી તેને પલટી નાંખો અને તેની પર વધુ 1 ચમચી ઘી નાંખો.
10. જ્યારે તે બંને તરફથી પાકી ચુક્યા હશે, ત્યારે તેમને કાઢી બાકીનું ઘોળ નાંખો.
11. આ રીતે તમામ પનિયારમ તૈયાર કરી લો.