ટામેટાના રસમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ પનીર ટમાટરી

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જો તમારા ઘરે પાર્ટી હોય કે પછી તમે પોતે વીકએન્ડ પર કંઇક નવું ટ્રાઇ કરવાનું વિચારી રહ્યાં છો, તો આ પનીર ટમાટરીની રેસિપીને બનાવવાનું બિલકુલ ભૂલશો નહી. પનીર ટમાટરી, ટામેટાના રસમાંથી બનાવવામાં આવેલી રેસિપી છે. જેવી રીતે આપણે પનીરની ગ્રેવી બનાવીએ છીએ. એ જ રીતે થોડા ફેરફાર કરીને અમે અહીં ટામેટાના જ્યૂસમાંથી આ રેસિપી તૈયાર કરી છે.

પનીર ટમાટરીનો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ અને ચટપટો છે. તેમાં ટામેટાના રસની સાથે-સાથે માખણ અને ક્રીમ પણ નાખવામાં આવે છે, જેનાથી ડિશને એક રોયલ લુક મળી જાય છે. તો જો તમે તમારા પરિવારને ખુશ કરવા માંગો છો, તો તેમને પનીરની આ એકદમ સ્વાદિષ્ટ ડિશ બનાવીને ખવડાવવાનું બિલકુલ ભૂલશો નહી.

ટામેટાના રસમાંથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ પનીર ટમાટરી


સામગ્રી

પનીર- 250 ગ્રામ

ટામેટા- 1 કિલો મીઠું સ્વાદનુસાર + 1 નાની ચમચી

લીલાં મરચાં- 4 નંગ

સમારેલી ડુંગળી- 1 મોટી

લવિંગ- 4 નંગ

તમાલપત્ર- 1 ટુકડો

લસણની કળીઓ- 6 નંગ

સફેદ મરચાંનો પાવડર- 1 નાની ચમચી

માખણ- 50 ગ્રામ

લીંબુનો રસ- 1 મોટી ચમચી

આદુ અને લસણની પેસ્ટ- 1 મોટી ચમચી

મેથી પાવડર- 1 મોટી ચમચી

તાજી ક્રીમ- 2 મોટા ચમચા

ધાણાના પાંદડા અને મલાઇ શણગારવા માટે

રીત:

1. સૌથી પહેલા ટામેટાના ચાર ટુકડા કરો, લીલા મરચાને મોટા-મોટા કાપી નાખો.

2. હવે ટામેટા, ડુંગળી, લીલાં મરચાં, મીઠું, લવિંગ, તમાલપત્રને હાથ વડે મસળીને એક કપડાંમાં બાંધીને લટકાવો, તેના નીચે એક વાસણ રાખો જેથી બધો રચ નીચોવીને તેમાં આવી જાય, આ પ્રક્રિયામાં 8 કલાક લાગશે.

3. પનીરના ટુકડાઓને કાપો અને તેના પર લીંબૂનો રસ, આદુ, લસણની પેસ્ટ, સફેદ મરચાંનો પાવડર મિક્સ કરીને 4 કલાક સુધી મુકી દો.

4. હવે પનીરને નોન સ્ટિકમાં સેકી દો.

5. બીજી તરફ જ્યારે બધો રસ વાસણમાં એકઠો થઇ જાય ત્યારે કઢાઇમાં 1 નાની ચમચે માખણ પીગાળીને તેમાં ટામેટાનો રસ અને થોડું પાણી નાખીને રાંધો.

6. હવે ટામેટામાં, વધેલું માખણ, મેથી પાવડર અને ક્રીમ નાખો ગેસ ચાલુ રાખીને સતત 5 મિનિટ સુધી રાંધો ત્યારબાદ તેમાં પનીરના ટુકડા નાખીને 2 મિનિટ સુધી સારી રીતે શેકાવા દો, હવે ગેસ બંધ કરી દો.

7. લીલાધાણા અને મલાઇ વડે શણગારીને સર્વ કરો.

English summary
Have you ever tried making Paneer recipe with the tangy juice tomatoes. If not then do try out this delicious and lip smacking Paneer Tamatari served as a Side Dish.
Story first published: Thursday, November 24, 2016, 13:00 [IST]