Just In
- 345 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 354 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1084 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1087 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
મુર્ગ ચાંદની કબાબ
રમઝાન આવતા જ મનમાં વિવિધ પ્રકારનાં લજ્જતદાર પકવાન ખાવાની અને બનાવવાની ઇચ્છા થવા લાગે છે. તેવામાં ચિકનની યાદ આપણને સૌથી પહેલા આવે છે. ચિકન દરેક નૉન વેજ ખાનારની ફેવરિટ ડિશ હોય છે. તેથી આજે અમે આપને મુર્ગ ચાંદની કબાબ બનાવતા શીખવાડીશું.
મુર્ગ ચાંદની કબાબ બનાવવા માટે આપે ચિકનનાં લેગ પીસ લેવા પડશે કે જેમાંથી બોન કાઢીને અંદર પિસાયેલું ચિકન ભરવાનું રહેશે. ભરેલા ચિકન કીમામાં મસાલા મળેલા હશે કે જેથી ચિકન લેગ પીસનો સ્વાદ ખૂબ જ લજ્જતદાર બની જશે. આવો જાણીએ મુર્ગ ચાંદની કબાબ બનાવવાની વિધિ :
સામગ્રી :
* ચિકન લેગ પીસ - 16
* ચિકન - 2 કપ, કીમા
* લીલી એલચીનું પાવડર - 1 ચમચી
* લવિંગ પાવડર - 1/3 ચમચી
* મીઠું - સ્વાદ મુજબ
* આદુ લસણ પેસ્ટ - 4 ચમચી
* સફેદ મરચું પાવડર - 1/2 ચમચી
* ઇંડા - 1, ફેંટેલું
* અમૂલ ચીઝ - 1/2 કપ, ઘસેલી
* લીલા મરચા - 5 ચમચી, સમારેલા
* કોથમીર - 4 ચમચી, સમારેલી
* ક્રીમ - 1 કપ
* જાયફળ પાવડર - 1/2 ચમચી
* બટર - 1/2 કપ
વિધિ :
1. ચિકન લેગ પીસમાંથી બોન અલગ કરી એક સાઇડે મૂકી દો.
2. એક વાટકીમાં ચિકન મીટને લીલી એલચી, લવિંગ પાવડર તેમજ મીઠાં સાથે મિક્સ કરો.
3. હવે ચિકન લેગ પીસને આ મિશ્રણમાં ભરો અને પછી ટૂથપિકની મદદથી સીલ કરી દો.
4. હવે આપણે મૅરીનેડ બનાવીશું કે જેમાં ચિકનનાં આ પીસિસને તેમાં થોડીક વાર માટે લપેટીને રાખવાનાં રહેશે.
5. તેના માટે બટર સિવાય બાકીનાં આપવામાં આવેલા તમામ મસાલા મિક્સ કરી લો અને તેને ચિકન પીસ પર લગાવી લો.
6. ચિકન પીસને લગભગ બે કલાક માટે રાખી મૂકો.
7. હવે આ ચિકન પીસિસમાં સ્કીવર લગાવો તથા ગરમ ગરમ તંદૂર પર 10 મિનિટ માટે સેકો.
8. 10 મિનિટ બાદ તેમને તંદૂર કે ગ્રિલ્લથી હટાવી લો.
9. હવે તેની પર બટર લગાવો તેમજ 5 મિનિટ સુધી પકાવો.
10. હવે આ ચિકન પીસિસની અંદરથી સ્કીવર તથા ટૂથપિક હટાવી એક સિલ્વર ફૉઇલમાં એક તૃત્યાંશ ભાગ લપેટીને સર્વ કરો.