પાલકવાળી મગની દાળ ખૂબ જ ટેસ્ટ અને પૌષ્ટિક હોય છે. તમે તેને આરામથી ઘરે બપોરના ભોજન માટે બનાવી શકો છો. તેમાં ઘણા બધા મસાલા મિક્સ કરવામાં આવે છે જેથી તેનો સ્વાદ વધુ ટેસ્ટી બની જાય છે.
તેની બેસ્ટ વસ્તુ છે, તેમાંથી આવનાર સુગંધ જે ભૂખને તરત જ વધારી દે છે. તો મોડું કઇ વાતનું કરો છો. જો તમને સમજાતું નથી તો આજે બપોરે લંચ માટે શું બનાવીએ તો આને ટ્રાઇ કરો. આવો જાણીએ પાલકવાળી મગની દાળ બનાવવાની રીત.
કેટલા- 3 તૈયારીમાં સમય- 15 મિનિટ
બનાવવામાં સમય- 20 મિનિટ
સામગ્રી મગની દાળ: 1 કપ પાલક: 3 કપ ડુંગળી: 2
લસણ: 1 પીસ ટામેટા: 2 હળદર: અડધી ચમચી જીરૂ: અડધી ચમચી ગરમ મસાલો: 1 ચમચી નારિયેળનું દૂધ: ¾ કપ મીઠું: સ્વાદનુસાર તેલ: 2 ચમચી ચપટી હીંગ પાણી: 2 કપ
1. પ્રેશર કુકરમાં બે ચમચી તેલ ગરમ કરો. પછી તેમાં જીરૂ, હીંગ, હળદર, આદું, લસણ, લીલાં મરચાં અને બારીક સમારીએ ડુંગળી નાખીને સાંતળો.
2. ત્યારબાદ સમારેલા ટામેટાં નાખીને તે ગળે ત્યાં સુધી રાંધો.
3. પછી મગ દાળ, પાણી અને મીઠું મિક્સ કરો.
4. ત્યારબાદ પ્રેશર કુકરને બંધ કરીને 4 સીટીઓ વગાડો.
5. જ્યારે દાળ થઇ જાય ત્યારે કુકર ખોલીને તેમાં સમારેલી પાલક, ગરમ મસાલો અને નારિયેળનું દૂધ મિક્સ કરો.
6. તમે ઇચ્છો તો તેમાં થોડું પાણી પણ નાખી શકો છો અને ફરીથી રાંધી શકો છો.
7. આમ તો પાલક મિક્સ કર્યા બાદ દાળને લગભગ 10 મિનિટ સુધી રાંધો. 8. ત્યારબાદ તાપને ધીમો કરો અને તેને ભાત સાથે સર્વ કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.