મિક્સ વેજીટેબલ પરાઠા

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ઘરે જ વેજીટેબલ પરાઠા બનાવવા ખૂબ સરળ છે અને બાળકોને તો આ ખૂબ જ ભાવશે. આ પરાઠા માટે મિક્સ કરેલી સામગ્રીને તમે પરાઠાની વચ્ચે ભરીને બનાવી શકો છો કે પછી તેને સીધુ જ લોટમાં મસળીને પણ બનાવી શકો છો.

મિક્સ વેજ પરાઠા એક ખૂબ જ ટેસ્ટી પરાઠા છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પરાઠામાં ઘણી બધી ફ્રેશ શાકભાજીઓ મળેલી હોય છે, જેનાથી તેનો સ્વાદ ઘણો ખરો ટેસ્ટી બની જાય છે. તમે તેને તદ્દન નોર્મલ રીતે બનાવી શકો છો.

ઘરે જ વેજીટેબલ પરાઠા બનાવવું ખૂબ સરળ છે અને બાળકોને તો આ ખૂબ જ ભાવશે. આ પરાઠા માટે મિક્સ કરેલી સામગ્રીને તમે પરાઠાની વચ્ચે ભરીને બનાવી શકો છો કે પછી તેને સીધુ જ લોટમાં મસળીને પણ બનાવી શકો છો. જો તમને થોડુ પણ કન્ફુઝન હોય તો, આ લેખને જરૂર વાંચો.

કેટલા- ૬ થી ૭ પરાઠા

Mixed Vegetable Paratha

સામગ્રી-

૧૧/૨ કપ ઘંઉનો લોટ

૧/૪ ચમચી મીંઠુ

૨ ચમચી તેલ

ભરવા માટે શાકભાજી

૧ ચમચી તેલ

૧ ચમચી જીંરુ

૧/૨ આદુ લસણની પેસ્ટ

૧/૨ કપ ફેંચ બીંસ, ઝીણી સમારેલી

૧/૪ કપ મટર

૩/૪ કપ ગાજર અને કોબીજ મિક્સ, ઝીણી સમારેલી

૧/૪ કપ ધાણા, ઝીણા સમારેલા

૧ ચમચી લાલ મરચાંનો પાવડર

૧૧/૨ચમચી ધાણા પાવડર

૧/૨ ચમચી જીરું

મીંઠુ સ્વાદ મુજબ

રીત-

૧. એક કટોરામાં ઘંઉનો લોટ, મીંઠુ અને તેલ મિક્સ કરીને મુલાયમ લોટ બાંધો.

૨. ગરમ પાણીમાં ડુંગળી, વટાણા, ગાજર, કોબીજ અને ફેંચ બીંસને ઉકાળીને ગાળી લો.

૩. તેના પછી બાફેલા શાકમાં બીજી સામગ્રીઓ મેળવો.

૪. હવે પરાઠા બનાવવાનું શરૂ કરો. પરાઠાને નાના વણીને તેની વચ્ચે મિક્સ શાકભાજી ભરો અને તેને બંચ કરીને વણી લો.

૫. હવે પરોઠાને તવા પર શેકો. બંને સાઈડ તેલ લગાવો અને ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે સર્વ કરો.

English summary
Mixed Vegetable Paratha is a delicious indian bread with lots of fresh vegetables. If you are searching something to eat for breakfast then make this Mixed Vegetable Paratha.
Story first published: Saturday, February 4, 2017, 13:30 [IST]