Just In
Don't Miss
ઓછા સમયમાં આવી રીતે બનાવો લેમન ચિકન
જો તમારી પાસે ચિકન મેરીનેટ કરવાનો સમય ના હોય તો તમે લેમન ચિકન બનાવી શકો છો. તેને મેરીનેટ કરવામાં ફક્ત ૧૫ મિનીટ લાગશે. તે જ્યૂસી અને સ્પાઈસી હોય છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.
આ રેસિપીમાં વધારે કંઈ કરવાની જરૂર પડતી નથી, બસ કશ્મીરી મરચાં પાવડર, હળદર, આદુ, મીંઠુ અને લીંબુ જ પૂરતા છે. તો જે દિવસે તમારું ચિકન ખાવાનું મન થાય અને તમારી પાસે સમય ના હોય તો, તમે તે દિવસે લેમન ચિકન બનાવી શકો છો.
સામગ્રી-
ચિકન: લગભગ ૩૦૦ ગ્રામ, નાના નાના ટુકડાંમાં કાપેલું
કશ્મીરી મરચાં પાવડર: ૨ ચમચી
કાળા મરીનો પાવડર: ૧/૨ નાની ચમચી
આદુ-લસણની પેસ્ટ: ૧ ચમચી
હળદર પાવડર: ૧/૪ નાની ચમચી
લીંબુ: ૩ લીંબુનો રસ
મીંઠુ: ૧/૨ નાની ચમચી કે જરૂરિયાત મુજબ
નારીયેળ તેલ: જરૂરીયાત મુજબ
બનાવવાની રીત-
૧. એક કટોરામાં લીંબુ નીચોવીને બધા જ મસાલાને મિક્સ કરી લો.
૨. પછી તેમાં ચિકનનાં પીસ નાંખીને બધું મિક્સ કરો.
૩. તેને ૧૦-૧૫ મિનીટ માટે રાખી દો. જો તમારી પાસે વધારે સમય હોય તો તેને થોડા કલાકો માટે રાખી લો.
૪. પછી એક પેનમાં તેલ ગરમ કરો, પછી ચિકન પીસને ડીપ ફ્રાઈ કરો.
૫. તમારું લેમન ચિકન સર્વ કરવા માટે તૈયાર છે.