ખૂબ જ પોષ્ટિક હોય છે કર્ણાટક સ્ટાઈલની આ રાગી રોટલી

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

કર્ણાટક સ્ટાઈલની રાગી રોટલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. શું તમે જાણો છો કે તેને ત્યાં બ્રેકફાસ્ટના સમયે ખાવામાં આવે છે. રાગી વધારે પૌષ્ટિક હોય છે અને ગુણોથી ભરપૂર હોય છે. આજે અમે તમને ખૂબ જ સિમ્પલ રોટલી બનાવતા શીખવીશું, જેને ખાધા પછી તમે આપમેળે જ માની જશો કે આ ટેસ્ટી હોય છે.

રાગી રોટલીથી પેટ સારી રીતે ભરાઈ જાય છે. તમે ઈચ્છો તો તેમાં ડુંગળી અને મરચાં નાંખીને મિક્સ કરી શકો છો. તમે આ રાગી રોટલીને દહી કે સંભારની સાથે પણ ખાઈ શકો છો. આવો જાણીએ તેને બનાવવાની રીત-

Karnataka Style Ragi Roti

સામગ્રી-

૧ કપ રાગીનો લોટ

૧ થી દોઢ કપ પાણી

મીંઠુ- સ્વાદમુજબ

થોડો લોટ, પાથરવા માટે

બનાવવાની રીત-

૧. એક મોટો કટોરામાં મીંઠુ અને પાણી ઘોળી લો. પછી તેમાં લોટ મેળવો અને જરૂરીયાત મુજબ પાણી પણ મિક્સ કરો.

૨. હવે આ લોટીની ગોળીઓ બનાવીને તેની રોટલી બનાવો.

૩. રોટલી આરામથી બનાવો કેમકે રોટલી તૂટવા લાગે છે.

૪. હવે એક કટોરીમાં થોડું પાણી ભરી લો અને એક ચોખ્ખો કિચન રૂમાલ લઈ લો.

૫. હવે તવો ગરમ કરો, તેની ઉપર રોટલી રાખો. પછી કપડાંમાંથી પાણી નિચોવીને તેને રોટલી પર રાખીને દબાવો.

૬. પછી રોટલીને ફેરવી દો અને બન્ને બાજુથી સારી રીતે શેકો.

૭. રોટલીને બનાવ્યા પછી ઢાંકીને રાખો જેનાથી તે મુલાયમ બની રહે.

English summary
Karnataka style ragi rotti or ragi flour roti is a very tasty and extremely popular breakfast item from Karnataka, India.
Story first published: Tuesday, February 14, 2017, 11:00 [IST]