For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સોયા વટાણા કબાબ

Posted By: Super Admin
|

ઘરે જ બનાવો વટાણા અને સોયાનાં સ્વાદિષ્ટ કબાબ

કબાબનું નામ સાંભળતા જ હૃદયમાં નૉનવેજ કબાબની તસવીર ઉતરી જાય છે. આજે અમે આપને અહીં લીલાછમ કબાબ એટલે કે વટાણા કબાબની રેસિપી વિશે બતાવવા જઈ રહ્યાં છે કે જેને બનાવવામાં ન વધુ સામગ્રી લાગે છે કે ન વધુ સમયની જરૂર પડે છે. આવો જાણીએ કેવી રીતે બને છે લીલાછમ મટર વટાણા.

how to make soya kabab at home

રેસિપી

* 1 કપ (બાફેલા) વટાણા

* 1-2 બટાકા (બાફેલા)

* 1 કપ - સોયા ગ્રૅન્યુઅલ્સ

* 1 ટેબલ સ્પૂન - આદુ અને લસણનું પેસ્ટ

* 2 - લીલા મરચા

* 1/2 ટેબલ સ્પૂન જીરૂં પાવડર

* એક ટેબલ સ્પૂન - ધણા પાવડર

* એક ચતુર્થાંશ - ગરમ મસાલા પાવડર

* 1 ટેબલ સ્પૂન - ઝીણી સમારેલી કોથમીર

* 1 કપ - બ્રેડ ક્રબ્સ

* મીઠું - સ્વાદ મુજબ

* તેલ - જરૂર મુજબ

વિધિ

* બટાકા અને વટાણાને બાફી લો. સોયા ગ્રૈન્યુઅ્સને હળવા ગરમ પાણીમાં નાંખી 10 મિનિટ સુધી રાખો. લીલા મરચાને ઝીણા કાપી લો.

* હવે બાફેલા બટાકાનાં છોંતરા હટાવી કદ્દૂકસ કરી લો. બાફેલા વટાણાને હળવા મૅશ કરી લો. સોયા ગ્રૅન્યુઅલ્સને પાણીમાંથી ગાળી કાઢી લો.

* હવે એક બાઉલમાં કદ્દૂકસ કરેલા બટાકા, વટાણા, સોયા ગ્રૅન્યુઅલ્સ, આદુ-લસણનું પેસ્ટ, લીલા મરચા, જીરૂં પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, મીઠું, કોથમીર નાંખી સૌને સારી રીતે મેળવી દો. હવે તેમાં બ્રેડ ક્રબ્સ પણ નાંખીને મેળવી લો.

* હવે બટચાકા મિશ્રણ થોડુક લઈ ગોલ લાંબા શેપમાં કબાબ બનાવીને આઇસ ક્રેડ સ્ટિકને કબાબની અંદર રાખી ફરીથી હળવેક દબાવો. આ રીતે તમામ કબાબ બનાવી લો. આપની પાસે આઇસક્રીમ સ્ટિક ન હોય, તો પોતાનાં મનપસંદ શેપમાં કબાબ બનાવીને પ્લેટમાં રાખી લો.

* હવે કબાબને ડ્રીપ ફ્રાય કરી લો અથવા તવાને ગરમ કરી 1 ચમચી તેલ નાંખી ગરમ કરી તેની ઉપર કબાબ રાખી ચોરો અને કબાબને સેકી લો. ગરમા ગરમ વટાણા કબાબ તૈયાર છે.

[ of 5 - Users]
Read more about: snacks સ્નૅક
English summary
Vegetarian kebabs made with soya, bread and a mild seasoning.
Story first published: Thursday, May 4, 2017, 9:30 [IST]
X
Desktop Bottom Promotion