For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુસાફરીમાં મજા માણો ખાટા ઢોકળાની

Posted By: KARNAL HETALBAHEN
|

જો તમે મુસાફરી કરી રહ્યા છો તો સ્નેક્સ તરીકે રસ્તામાં ખાવા માટે ખાટાં ઢોકળા લઈ જઈ શકો છો. જી હાં નામથી જ સ્વાદ આવી જનાર આ વાનગીનો સ્વાદ જેટલો સ્વાદિષ્ટ હોય છે, મુસાફરી મુજબ પણ આ એકદમ ઉપયુક્ત વાનગી છે. આ ખાટા ઢોકળા લાઇટ ડાયેટમાં શામેલ હોય છે અને સફર દરમિયાન ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓ પણ નહી થાય. જોકે ઢોકળા સામાન્ય તાપમાન પર પણ સ્વાદિષ્ટ લાગે છે, એક મજેદાર નાસ્તા માટે, તેને લીલી ચટણી અને ગરમાગરમ ચાની સાથે પીરસો!

besan dhokla recipes

૨ કપ ખાટા ઢોકળાનો લોટ

અડધો કપ ખાટું દહી

૧ ટી-સ્પૂન લીલાં મરચાની પેસ્ટ

એક ટી-સ્પૂન તેલ

મીંઠુ સ્વાદ મુજબ

અડધી ટી-સ્પૂન ફ્રૂટ સોલ્ટ

એક ટી-સ્પૂન દળેલા અને કરકરા ક્રશ કરેલા મરી

રીત

ખાટા ઢોકળાનો લોટ, દહી, લીલાં મરચાંની પેસ્ટ, એક ટી-સ્પૂન તેલ, થોડું હુંફાળુ પાણી (લગભગ અડધો કપ) અને મીંઠુ આ બધાને એક બાઉલમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો. આથો લાવવા માટે એકથી અડધો કલાક માટે એક બાજુ રાખો.

સ્ટીમ કરતા પહેલા, ફ્રૂટ સોલ્ટ ભભરાવીને ૨ ટેબલ સ્પૂન પાણી નાંખો.

જ્યારે પરપોટા થવા લાગે ત્યારે હળવા હાથે મિક્સ કરી લો.

એક ૧૭૫ મિમી (૭ ઈંચ) વ્યાસની થાળીને બચેલા અડધી ટી-સ્પૂન તેલને ચોપડી લો.

એક ત્રૃત્રયાંશ ઘોળને તરત જ નાંખો, થાળીને ગોળ ફેરવાતા ઘોળને સારી રીતે ફેલાવી દો.

અડધી ટી-સ્પૂન કાળા મરીનો પાવડર ભભરાવો અને સ્ટીમરમાં ૭ થી ૮ મિનીટ કે ઢોકળા થઈ જાય ત્યા સુધી સ્ટીમ કરી લો.

હળવા ઠંડા કરીને બરાબર ઈંટના આકારમાં કાપી લો.

રીત નંબર ૫ અને ૬ ને ફરીવખત કરીને ૨ બીજી થાળી બનાવી લો. ગ્રીન ચટણી સાથે તરત પરોસો.

[ of 5 - Users]
Read more about: snacks veg recipe
English summary
this khatta dhokla is a fermented version. it is light healthy and easy to make snack dish.
Story first published: Monday, April 3, 2017, 10:06 [IST]
X
Desktop Bottom Promotion