For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘરે બનાવો તીખા મીઠા અમીરી ખમણ

Posted By: KARNAL HETALBAHEN
|

અમીર ખમણ ટી ટાઈમનો એક સ્નેક છે, આ ખાટી મીઠી હોવાના કારણે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. સેવથી સજાવીને આ ઝડપથી બનનાર નાસ્તાના અનોખા સ્વાદની મજા લો.

how to make amiri khaman

સામગ્રી

૧૦ ખમણ ઢોકળા

૧ ટેબલ-સ્પૂન તેલ

૨ ટી-સ્પૂન સરસો

૨ ટી-સ્પૂન ઝીણું સમારેલું લસણ

૨ ટી-સ્પૂન ઝીણા કાપેલા લીલાં મરચાં

ચપટીભરીને હીંગ

૨ ટેબલ-સ્પૂન પીસેલી ખાંડ

૨ ટેબલ-સ્પૂન દાડમના દાણા

૨ ટેબલ-સ્પૂન કાપેલા લીલા ધાણા

૨ ટેબલ-સ્પૂન તાજુ છીણેલું નારિયેળ

૩ ટેબલ-સ્પૂન સેવ

રીત

- ઢોકળાને એક બાઉલમાં ભૂક્કો કરીને એક બાજુ રાખી દો.

- એક કઢાઈમાં તેલ ગરમ કરો અને સરસો નાંખો.

- જ્યારે બીજ ચટકવા લાગે, લસણ, લીલાં મરચાં અને હીંગ નાંખીને, મધ્યમ આંચ પર થોડી સેકન્ડ માટે શેકી લો.

- આ તડકાને ખમણ ઢોકળાના ભૂક્કા પર નાંખો અને સારી રીતે મિક્સ કરી દો.

- ખાંડ, દાડમના દાણા, ધાણા, નારિયેળ નાંખીને સારી રીતે મેળવી લો.

- પીરસતા પહેલા, સેવ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

- તરત પીરસો.

[ of 5 - Users]
Read more about: snacks
English summary
Amiri khaman is nothing but a spicy tea-time snack made of crumbled khaman dhoklas tempered with garlic and mixed with pomegranate seeds and coconut.
Story first published: Tuesday, April 18, 2017, 9:40 [IST]
X
Desktop Bottom Promotion