દહીં વરિયાળી ટિક્કી

Posted By: Staff
Subscribe to Boldsky

કેવી રીતે બનાવશો ઘરે દહીં વરિયાળી ટિક્કી, દહીં વરિયાળી ટિક્કીની રેસિપી

આપે ઘણા પ્રકારનાં ચાટ ખાધા હશે. ઘણી પ્રકારની ટિક્કીઓનાં સ્વાદ લીધા હશે, પરંતુ આજે અમે આપને એક ખાસ પ્રકારની ટિક્કી વિશે જણાવવા જઈ રહ્યાં છે. મોઘલોનાં જમાનાથી ફેમસ ખાટી ચટપટી દહીં વરિયાળી ટિક્કીની મજા માણો.

How to Make Dahi Saunfiyani Tikki

સામગ્રી

* એક કપ ચક્કા દહીં

* અડધું કપ કસાયેલું પનીર

* 3 ટી સ્પૂન ઝીણી સમારેલી લીલી મરચી

* અડધું ટી-સ્પૂન સમારેલું લસણ

* એક ચપટી ખાંડ

* મીઠું સ્વાદ મુજબ

* 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

* 2 ટેબલ સ્પૂન ઝીણું સમારેલું ફુદીનું

* 1 ટી સ્પૂન વરિયાળી પાવડર

* 1 ટેબલ સ્પૂન ઘી

* 2 ટેબલ સ્પૂન સેકેલી ચણા દાળનું પાવડર

* 2 ટેબલ સ્કૂપન કોર્નફ્લૉર

* તેલ, તળવા માટે

વિધિ

* દહીં, પનીર, લીલી મરચી, લસણ, ખાંડ, મીઠું, કોથમીર, ફુદીનું અને વરિયાળી પાવડરને બાઉલમાં સારી રીતે મેળવી લો. પછી તેને એક બાજુએ મૂકી દો.

* પૅનમાં ઘી ગરમ કરો, સેકેલી ચણા દાળનું પાવડર, દહીંનું મિશ્રણ અને કોર્નફ્લૉર નાંખી મિશ્રણનાં ઘટ્ટ થવા સુધી કે પૅનથી જુદો થવા સુધી પકાવી લો. ઠંડુ કરવા માટે એક બાજુએ મૂકી દો.

* મિશ્રણને 8 સરખા ભાગમાં વહેંચી દરેક ભાગને ગોળ ચપટી ટિક્કી બનાવી લો.

* મધ્યમ આંચ પર કઢાઈમાં તેલ ગરમ કરો અને ટિક્કીને બંને તરફથી સોનેરી થવા સુધી તળી લો. તેલ શોષનાર કાગળમાં કાઢી ગરમા ગરમ પિરસો.

Read more about: snacks
English summary
How to Make Dahi Saunfiyani Tikki
Story first published: Friday, April 7, 2017, 12:30 [IST]