ચટપટી ચાઈનીઝ ભેળ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ભેળપૂરી કોને પસંદ નથી હોતી, ચાટ પસંદ કરનાર લોકોને હંમેશા ચાટ ખાવામાં કંઈક નવું ખાવા જોઈએ છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ બનાવવાની રેસિપી જણાવીશું. મમરાથી ના બનનાર, આ અનોખી ચાયનીઝ ભેળને તળેલા નૂડલ્સથી બનાવીને, રંગ-બેરંગી શાકભાજી સાથે મિકસ કરીને અને અધકચરી લીલી ડુંગળી થી સજાવીને બનાવવામાં આવે છે. આજે અમે તમને ચાયનીઝ ભેળ.

વિભિન્ન પ્રકારના સોસની સંતુલિત માત્રા આ ભેળને ચટપટી રીતે બાંધીને રાખવામાં મદદ કરે છે. આ નાસ્તાને પરોસતા પહેલા તરત જ બનાવો, કેમકે તળેલા નૂડલ્સ થોડા જ સમયમાં નરમ થઈ જાય છે.

chinese bhel recipe

સામગ્રી

૩ કપ તળેલા નૂડલ્સ

૧. ટેબલ-સ્પૂન તેલ

૨ ટી-સ્પૂન જીણું સમારેલું લસણ

એક ચોથાઈ કપ ઝીણી કાપેલી ડુંગળીનો સફેદ ભાગ અને પત્તા

અડધો કપ પાતળી સ્લાઈસ્ડ શિમલા મરચાં

અડધો કપ પાતળા લાંબા કાપેલા ગાજર

અડધો કપ પાતળી લાંબી કાપેલી કોબીજ

એક ચોથાઈ કપ સેજવાન સોસ

એક ચોથાઈ કપ ટોમેટો કેચપ

મીંઠુ સ્વાદ મુજબ

રીત

- એક મોટું નોન-સ્ટિક પેન કે વોકમાં તેલ ગરમ કરો, લસણ નાંખીને તેજ આંચ પર કેટલીક સેકન્ડ સુધી તળી લો.

- લીલી ડુંગળીનો સફેદ ભાગ અને પત્તા, શિમલા મરચાં, ગાજર અને કોબીજ નાંખીને તેજ આંચ પર ૩૦ સેકન્ડ સુધી શેકી લો.

- સેજવાન સોસ, ટોમેટો કેચપ અને મીંઠુ નાંખીને સારી રીતે મિક્સ કરી લો અને તેજ આંચ પર થોડી સેકન્ડ સુધી થવા દો.

- આંચ પરથી દૂર કરીને એક ઉંડા બાઉલમાં નિકાળી લો.

-તળેલા નૂડલ્સ નાંખીને હળવા હાથથી મિક્સ કરી લો.

- લીલી ડુંગળીનો સફેદ ભાગ અને પત્તાથી સજાવીને તરત પરોસો.

English summary
Chinese Bhel is an interesting fusion recipe made using a blend of noodles, onions, carrot and cabbage with a lot of Chinese flavor.
Story first published: Tuesday, April 4, 2017, 14:00 [IST]