હોળી પર બનાવો કૂલ કૂલ ઠંડાઇ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

હોળીનો તહેવાર હોય, રંગ, ગુજીયા અને ઠંડાઇ બિના હોળીનો તહેવાર અધૂરો જ રહી જાય છે. ઠંડાઇ તો હોળીની રોનકને વધુ બમણી કરી દે છે. હોળીના દિવસે સવારે ઠંડાઇ બનાવવાનું યાદ આવે તો, ગભરાશો નહી, ઝટપટ ઠંડાઇ પાવડરની રેસિપી વડે ઠંડાઇ તૈયાર કરો અને ઉત્સવનો આનંદ માણો.

thandai syrup recipe

આવશ્યક સામગ્રી-

ખાંડ- 350 ગ્રામ (1.5 કપ)

બદામ- 60 ગ્રામ (1/3 ક)

દૂધ- ½ લીટર

તરબૂચના બીજ- 30 ગ્રામ (1/4 કપ)

વરીયાળી- 30 ગ્રામ (1/4 કપ)

ઇલાયચી પાવડર- 10 ગ્રામ ( 3 નાની ચમચી)

મરી- 5 ગ્રામ (નાની ચમચી)

રીત

- મિક્સના જારમાં વરિયાળી, મરી અને 10 ગ્રામ ખાંડ નાખીને બારીક દળી લો. દળેલા મિશ્રણને ચારણીમાં નાખીને ચાળી લો. ચારણીમાં વધેલા મોટા મિશ્રણને ફરી એકવાર મિક્સરમાં નાખીને ખાંડની સાથે દળી લો. ફરીથી તેને ચાળીને ગ્લાસમાં કાઢી લો.

- ત્યારબાદ મિક્સરના જારમાં બદામ, પિસ્તા, તરબૂચના બીજ, ઇલાયચી પાવડર અને વધેલી ખાંડ પણ નાખીને દળી લો. આ મિશ્રણને વરિયાળી અને મરીના મિશ્રણમાં નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ આ બધા મિશ્રણને ફરીથી ચાળી લો જેથી મિશ્રણ એકમેક થઇ જાય. ઠંડાઇ પાવડર બનીને તૈયાર છે.

પાવડર વડે ઠંડાઇ બનાવવા માટે

- એક ગ્લાસમાં થોડું દૂધ નાખી દો અને તેમાં 9 ચમચી ઠંડાઇ પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને અડધો કલાક સુધી મુકી દો.

- અડધો કલાક પછી ઠંડાઇવાળું દૂધ, બાકી દૂધ અને બરફના ટુકડાને મિક્સરના જારમાં નાખી લો અને બરફના ટુકડા પીગળી જાય ત્યાં સુધી મિક્સ કરો. ઠંડાઇ બનીને તૈયાર છે તેને ગ્લાસમાં કાઢી લો.

- ઠંડાઇને ગાર્નિશ કરવા માટે થોડા પિસ્તા ઠંડાઇની ઉપર નાખો. ઠંડી-ઠંડી ઠંડાઇને આ રીતે જ સર્વ કરો. ઠંડાઇ પાવડરને કોઇપણ એર-ટાઇટ કન્ટેનરમાં ભરીને મુકી દો અને 2 મહિના સુધી તેનો ઉપયોગ કરો.

Read more about: drink
English summary
The word thandai means a coolant. Why it is called a coolant??? because of the balance of milk, nuts, herbs and spices it balances the heat in the body during summers hence known as thandai.
Story first published: Thursday, March 16, 2017, 13:00 [IST]