For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટેસ્ટ અને હેલ્થથી ભરપૂર બીંસ સ્પ્રાઉટ સલાડ

Posted By: KARNAL HETALBAHEN
|

બીંસ સ્પ્રાઉટ સલાડ એક સ્વાસ્થવર્ધક વેજ સલાડ રેસિપી છે, જેમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે. તમે તેને અંકુરિત સલાડને બ્રેકફાસ્ટ અથવા પછી લંચના સમયે ખાઇ શકો છો. તેમાં ટેસ્ટ વધારવા માટે તમે ડુંગળી, ટામેટા, ખીરા કાકડી અને લીંબૂ વગેરે પણ મિક્સ કરી શકો છો.

સ્પ્રાઉટ સલાડ બનાવવા માટે તમારે મગ, કાળા ચણા અને મઠની દાળની જરૂર પડશે. તેને 6-8 કલાક માટે પાણીમાં પલાળી દો અને પછી પાણી ગાળીને 8 કલાક માટે મુકી દો જેથી અંકુરિત થઇ જાય.

આમ કરવાથી બીંસમાં પ્રોટીનનું લેવલ વધુ જશે. અલગ-અલગ દાણા અંકુરિત થવામાં અલગ-અલગ સમય લે છે.

Bean Sprout Salad Recipe

કેટલા- 2 લોકો માટે

તૈયારીમાં સમય- 5 મિનિટ

બનાવવામાં સમય- 5 મિનિટ

  • સામગ્રી મિક્સ બીંસ સ્પ્રાઉટ્સ: 1- ½ કપ
  • સમારેલા ટામેટા: 1/3 કપ
  • સામરેલું ગાજર: 1/3 કપ
  • ખીરા કાકડી: ¼ કપ
  • ડુંગળી: ½ ડુંગળી
  • ફૂદીના: 10 પાંદડા
  • તેલ: 1 ચમચી
  • ચાટ મસાલો: 1 ચમચી
  • લીંબૂ રસ: 1 ચમચી
  • દળેલું કાળું મરચું: 1 નાની
  • ચમચી મીઠું સ્વાદઅનુસાર

સ્પ્રાઉટ બનાવવાની રીત: 1/2 કપ મિક્સ બીંસને 6-8 કલાક માટે પાણીમાં પલાળીને રાખો. પછી તેમાંથી પાણી કાઢીને ફરીથી 10-12 કલાક માટે રાખી દો.

સલાડ બનાવવાની રીત:

1. એક તવામાં 1 ચમચી તેલ ગરમ કરો, તેમાં સ્પ્રાઉટ કરેલા બીંસ નાખીને થોડી મિનિટ ફ્રાય કરો.

2. હવે તેમાં ચાટ મસાલો, કાળું મરચું અને મીઠું મિક્સ કરો.

3. ગેસ બંધ કરી દો અને સ્પ્રાઉટને ઠંડા થવા માટે મુકી દો.

4. ત્યારબાદ તેમાં સમારેલી બધી શાકભાજીને મિક્સ કરી દો.

5. ઉપરથી લીંબૂ છાંટીને મિક્સ કરો.

6. તમારું બીન સ્પ્રાઉટ સલાડ ખાવા માટે બિલકુલ તૈયાર છે.

[ of 5 - Users]
English summary
Bean Sprout Salad is one of the healthy veg salad which is very rich in protein.
Story first published: Tuesday, November 29, 2016, 10:49 [IST]
X
Desktop Bottom Promotion