Related Articles
આજે રાત્રે ડિનરમાં બનાવો ગોળી પુલાવ રેસિપી
આજે રાત્રે જો આપ ડિનર પર કંઇક સ્પેશઇયલ અને જલ્દીથી બનાવવા માંગતા હોવ, તો આ ગોળી પુલાવ બનાવવાનું ન ચૂકો. આ એક પૉપ્યુલર નૉર્થ ઇંડિયન ડિશ છે કે જે ખાસકરીને દિલ્હીમાં વધુ પસંદ કરવામાં આવે છે.
આજે રાત્રે જો આપ ડિનર પર કંઇક સ્પેશઇયલ અને જલ્દીથી બનાવવા માંગતા હોવ, તો આ ગોળી પુલાવ બનાવવાનું ન ચૂકો. આ એક પૉપ્યુલર નૉર્થ ઇંડિયન ડિશ છે કે જે ખાસકરીને દિલ્હીમાં વધુ પસંદ કરવામાં આવે છે. આ એક તો સિંપલ છે અને બીજું ખૂબ જ ટેસ્ટી છે.
આ પુલાવમાં આપને બસ બેસનનાં ગટ્ટા મિક્સ કરવાનાં રહેશે. પછી પુલાવ બનાવવા માટે તો આપને વધુ કંઇક સામગ્રીની જરૂર જ નહીં પડે. આવો જોઇએ ગોળી પુલાવ બનાવવાની રેસિપી.
સામગ્રી :
* ચોખા - 2 કપ
* બેસન - 2 કપ
* દહીં - 1 કપ
* ગરમ મસાલા પાવડર : 1 ટેબલ સ્પૂન
* ધાણા પાવડર - 1 ટેબલ સ્પૂન
* લાલ મરચા પાવડર - 1 ટેબલ સ્પૂન
* વરિયાળી - 2 ચમચી
* અજમો - 2 ચમચી
* મિંટ પાન - ગાર્નિશ કરવા માટે
* મીઠું સ્વાદ મુજબ
* તેલ જરૂર મુજબ
* ઘી જેટલું જરૂરી હોય
બનાવવાની વિધિ :
1. બેસન, દહીં, મીઠું અને અજમાને મિક્સ કરો. પછી તેનાં નાના-નાના બૉલ્સ બનાવો.
2. હવે ફ્રાઇંગ પૅનમાં તેલ ગરમ કરો. આંચ મધ્યમ રાખો.
3. આ બૉલ્સને ફ્રાય કરો.
4. પ્રેશર કુકરમાં બાસમતી ચાવલ ચડાવો અને પકાવીને એક બાજુ મૂકી દો.
5. 1 પૅનમાં 2 ચમચી ઘી નાંખો. તેમાં વરિયાળીને 2 સેકન્ડ સુધી ફ્રાય કરો.
6. પછી તેમાં ગરમ મસાલા પાવડર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર નાંખીને 10 સેકન્ડ પકાવો.
7. આંચ બંધ કરી દો. હવે તેમાં પકેવાલું ભાત, મીઠું અને તૈયાર ગોળી નાંખો.
8. તેને સારી રીતે મિક્સ કરો.
9. પછી ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી સર્વ કરો.