For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફટાફટ બનાવો ચટપટું કોબી મંચુરિયન

By Super Admin
|

લોકો પનીર મંચુરીયનને વધારે પંસદ કરે છે. તેવી જ રીતે કોબી મંચુરિયનનો લાજવાબ સ્વાદ પણ લોકોના હદયમાં વસી ગયો છે. આ ટેસ્ટી કોબી મંચુરિયન સ્વાદમાં ચટપટું અને સ્વાદિષ્ય હોય છે. પાર્ટી કે પછી તમારા મોંઢાના સ્વાદને બદલવા માટે પણ ઘરે પણ તેને ટ્રાય કરી શકો છો. તેને રોટલી સાથે પણ ખાઇ શકો છો અને સાંજે નાસ્તાના રૂપમાં ચા સાથે પણ લઈ શકો છો. ચાલો જાણીએ કોબી મંચુરિયનને બનાવવાની તદ્દન સરળ રીત

સામગ્રી:

 • ૧ મીડીયમ કોબી, કપ મેંદો
 • ૧ ચમચી કોર્નફ્લોર
 • મીઠું સ્વાદઅનુસાર
 • ૧ લીલું મરચું સમારેલું
 • ૧/૨ ચમચી આદુની પેસ્ટ
 • ૧/૨ ચમચી લસણની પેસ્ટ
 • ૧ કપ નાની સમારેલી ડુંગળી
 • લીલી કોથમીર
 • ૧/૪ ચમચી અજમો
 • ૨ ચમચી સોયા સોસ
 • ૨-૩ ચમચી ટામેટાનો કેચપ
 • ૨ ચમચી તેલ

રીત:

પાણીની મદદથી મેંદો, કોર્નફ્લોર અને મીઠાને મેળવીને પેસ્ટ તૈયાર કરો.

એક ચમચી આદુ અને લસણની પેસ્ટને લઈને મિક્સ કરી દો અને તેમાં કોબીજના ટુકડાને તેમાં સારી રીતે વીંટાળીને ગરમ તેલવાળી કઢાઈમાં ભૂરા થાય ત્યા સુધી તળો.

જ્યારે કોબીજ સારી રીતે તળાઈ જાય, ત્યારે તેને એક બાજુ મુકી દો.

હવે એક બીજી કડાઈ કે તવો લો અને તેમાં બાકીની આદુ-લસણની પેસ્ટ નાખો.

ધીમે ધીમે તેમા કાપેલી ડુંગળી અને લીલા મરચાં ફ્રાય કરો.

હવે તેમાં અજમો, સોયા સોસ અને ટામેટાનો સોસ નાખો. જ્યારે બધી વસ્તુઓ સારી રીતે એક થઈ જાય ત્યારે તેમાં તળેલી કોબીજ નાખીને મિક્સ કરી લો.

જ્યારે કોબીજમાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઇ જાય ત્યારે સમજવું કે તમારું કોબી મંચુરિયન તૈયાર છે.

હવે આ ગરમ-ગરમ કોબી મંચુરિયન પર કાપેલા લીલા કોથમીર ભભરાવો અને મહેમાનો પાસેથી વખાણ સાંભળો.

English summary
These days markets are flooded with Cauliflower's. So, its easy to make Gobi Manchurian from that.It's a Chinese dish with lots of sauce and pepper.
Story first published: Monday, November 7, 2016, 11:45 [IST]
X
Desktop Bottom Promotion