ચટપટી સ્વાદિષ્ટ અને તીખી ફિશ કરી

Posted By: Super Admin
Subscribe to Boldsky

જો તમે નોન વેજ ખાવાના શોખીન છો અને ચિકન પછી ફક્ત માછલી જ ખાવાનું પસંદ કરો છો તો આજે આપણે કંઇક એવું બનાવીશું જેને ખાઇને આખો પરિવાર ખુશ થઇ જશે. જી હા, અમે તમને બનાવતાં શીખવાડીશં સ્વાદિષ્ટ ફિશ કરી. મિત્રો માછલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી ગણવામાં આવે છે, તેને ખાવાથી મગજ, દિલ અને આંખોનું તેજ વધી જાય છે. તો આવો જોઇએ તેને કેવી રીતે બનાવવામાં આવે છે.

સામગ્રી: 250 ગ્રામ માછલી 1 ટુકડો આદુ 6-7 લીલા મરચાં 7-8 ડુંગળી 1 ચમચી લાલ મરચું એક ચપટી હળદર 3-4 ચમચી ધાણાનો પાવડર 4-5 મીઠી લીમડીના પત્તા મીઠું સ્વાદ અનુસાર

fish curry recipe non veg

½ ચમચી આમચૂ પાવડર
1 કપ ટામેટાની ગ્રેવી
½ લીટર નારિયેળ દૂધ

રીત:
લાલ મરચાંનો પાવડર, આદુ, લીલા મરચાં, ડુંગળી, હળદર, ધાણા-જીરૂનો પાવડર, મીઠી લીમડીના પત્તાંને મિક્સ કરી બારીક વાટી દો.

માછલીને સારી રીતે ધોઇને તેને દળેલા મસાલા સાથે મિક્સ કરો.

તેને 10-15 મિનિટ સુધી રહેવા દો. હવે કડાઇમાં તેલ નાખો તથા તેલ ગરમ થયા બાદ તેમાં મીઠી લીમડીના પત્તા અને ડુંગળી નાખીને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો.

તેમાં મસાલો લગાવેલી માછલી નાખીને ધીમા તાપે ત્યાં સુધી સાંતળો. જ્યાં સુધી તે સારી રીતે રંઘાઇ ન જાય.

બીજી તરફ નારિયેળના દૂધને કડાઇમાં નાખીને ધીમા તાપે ગરમ કરો, જ્યારે આ દૂધ અડધુ રહી આય તો તેમાં તૈયાર કરેલી માછલીને નાખો.

જ્યારે માછલી રંઘાઇ જાય ત્યારે તેમાં આમચૂર પાવડર નાખીને ઉતારી લો. તૈયાર ગરમા-ગરમ ચટપટી ફિશ કરીને ભાત સાથે ખાવ.

English summary
Fish Curry Recipe is a non veg tasty dish which is origin of south india. It has many tasty spices as an ingredient.
Story first published: Friday, November 4, 2016, 15:00 [IST]