For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો કેવી રીતે બનાવશો ક્રિસ્પી અને ટેસ્ટી ભટૂરે

Posted By: Lekhaka
|

છોલે ભટૂરા કોને પસંદ હોતા નથી પરંતુ ભટૂરા બનાવવા તે દરેકનું કામ નથી. ભટૂરા ક્રિસ્પી અને મોટા ના થાય તો તેમાં સ્વાદ આવતો નથી. ભટૂરાને સરળતાથી બનાવવાની રીત જાણવી હોય તો તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. અમે તેમાં સોજી મિક્સ કરી છે જેનાથી તે કરકરા બનશે.

ભટૂરાને તમે કોઈપણ ચટપટી સબ્જી કે છોલેની સાથે સર્વ કરી શકો છો. આવો હવે જાણીએ તેને બનાવવાની રીત-

Bhatura Recipe

કેટલા- ૩-૩ ભટૂરા

સામગ્રી

૧.૫ કપ મેંદો

૧/૩ કપ સોજી

૧/૨ ચમચી તેલ કે ઘી

૧/૨ ચમચી જીણી ખાંડ

૧/૨ ચમચી મીંઠુ

૧/૨ ચમચી બેકિંગ સોડા

૧/૨ કપ દહી

પાણી

તેલ, ફ્રાઈ કરવા માટે

બનાવવાની રીત-

૧. સૌથી પહેલા એક બાઉલમાં મેંદો, ખાંડ, સોજી, દહી, બેકિંગ સોડા, ઘી કે તેલ અને મીંઠુ નાંખી લો.

૨. તેને સારી રીતે મિક્સ કરી મેંદાનો લોટ બાંધી લો અને એક ભીના કપડામાં બાંધીને એક કલાક માટે રાખી લો.

૩. એક કલાક પછી મેંદાને નીકાળીને એક વાર ફરી બાંધી લો.

૪. હવે મેંદાના ગોળા બનાવીને વેલણની મદદથી ગોળ કરી લો.

૫. તેના પછી એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં વણેલા ભટૂરાને આછા ગુલાબી થાય ત્યા સુધી ફ્રાઈ કરો, ધ્યાન રાખો કે એક વારમાં એક જ ભટૂરાને ફ્રાઈ કરો.

૬. તૈયાર છે તમારા ભટૂરા, તેને છોલે કે બીજી કોઈપણ ચટપટી રેસિપીની સાથે સર્વ કરો.

[ of 5 - Users]
English summary
Read how to make easy bhatura recipe which takes less time to prepare. You can serve this with any kd of subzi or chola.
Story first published: Saturday, February 11, 2017, 11:35 [IST]
X
Desktop Bottom Promotion