સ્વાદ અને સેહતથી ભરપૂર પાલક પનીર ઢોંસા

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શુ તમે તે જ રેગ્યુલર ઢોંસા ખાઈને કંટાળી ગયા છો? તો હવે ટ્રાઈ કરો પાલક પનીરવાળા ઢોંસા જે કે સ્વાદની સાથે સાથે સેહત પણ પ્રદાન કરે છે.

સાઉથ ઈન્ડિયામાં ઢોંસા ખૂબ જ સિમ્પલ બને છે પરંતુ નોર્થ ઈન્ડિયામાં તેને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે તમારા ઢોંસામાં કેટલાક એક્સપેરિમેન્ટ કરવા માટે તૈયાર છો, તો આજે જ વાંચો કે પાલક પનીર ઢોંસા કેવી રીતે બનાવવામાં આવે છે.

આ ઢોંસા તે લોકો માટે પણ સારા છે જે લોકો ડાયેટ પર છે અને ઓછા તેલવાળું ખાવાનું પસંદ કરે છે. આવો જાણીએ તેની રેસિપી-

Delicious Palak Paneer Dosa Recipe

કેટલા- ૨ ઢોંસા

તૈયારીમાં સમય- ૨૦ મિનીટ

બનાવવાનો સમય- ૨૦ મિનીટ

સામગ્રી-

પાલકની પેસ્ટ- ૧ કપ

રેડીમેડ ઢોંસા બેટર- કપ

પનીર- ૨૫૦ ગ્રામ

ડુંગળી- ૩

તેલ- ૨ ચમચી

જીરું- ચમચી

લસણ- ચમચી

લીલા ધાણા- ૧ ચમચી

લાલ મરચાંનો પાવડર- ચમચી

લીલાં મરચાં- ૨ ઝીંણા કાપેલા

બનાવવાની રીત-

૧. એક મોટા વાસણમાં ઢોંસાના બેટરને નાંખો અને પછી તેમાં પાલકની પેસ્ટ અને મીંઠુ નાંખીને મિક્સ કરો.

૨. તેના પછી પેનમાં થોડું તેલ ગરમ કરો અને પછી તેમાં જીરું નાંખીને સાંતળી લો.

૩. હવે કાપેલું લસણ અને પનીર નાંખીને ગોલ્ડન બ્રાઉન કરો. ત્યારબાદ તેમાં પનીરના કયૂબ્સ નાંખો.

૪. ત્યારપછી તેમાં લાલ મરચાંનો પાવડર, લીલાં મરચા અને લીલા ધાણા તથા મીંઠું મિક્સ કરો.

૫. તેના પછી ઢોંસો બનાવવા માટે તવો ગરમ કરો. તેના પર તેલ નાંખીને આખા તવા પર ફેલાવો. પછી તે તેલને કપડાંથી લૂંછી દો.

૬. હવે એ ગોળ ચમચાથી ઢોંસાના બેટરને ભરીને તવા પર ફેલાવો. હવે ઢોંસાની વચ્ચે પીનરના મિશ્રણને રાખો.

૭. ઢોંસાની ચારેબાજું થોડું તેલ નાંખો જેનાથી તે તવા પર ચોંટે નહી.

૮. તમારો ઢોંસો જ્યારે નીચેથી બ્રાઉન થઈ જાય, તો તેને ફોલ્ડ કરીને બંધ કરી દો અને સર્વ કરો.

English summary
Bored with the regular old dosa recipe? Well, why dont you try something new! And to start with, you could pick this palak paneer dosa recipe.
Story first published: Thursday, March 9, 2017, 16:30 [IST]