For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નાતાલ કે ન્યુ યરે બનાવો અખરોટનાં સ્વાદિષ્ટ કબાબ

By Lekhaka
|

ઘરે ભલે પાર્ટી હોય કે કોઈની વર્ષગાંઠ, અખરોટનાં સ્વાદિષ્ટ કબાબ ક્યારેય બનાવી શકાય છે.

ઘરે ભલે પાર્ટી હોય કે કોઈની વર્ષગાંઠ, અખરોટનાં સ્વાદિષ્ટ કબાબ ક્યારેય બનાવી શકાય છે. આવો જોઇએ તેને બનાવવાની વિધિ :


તૈયારીમાં સમય - 15 મિનિટ

બનાવવામાં સમય - 10 મિનિટ

સામગ્રી -

* 2 ચમચી રિફાઇંડ તેલ

* 1 ચમચી લસણ પેસ્ટ

* 1/4 કપ બાફેલા અને સમારેલા અખરોટ

* 1 1/2 ચમચી કાજૂ પીસેલા

* 1/2 ચમચી હળદર

* 1 1/2 ચમચી લાલ મરચુ પાવડર

* 1/2 કપ મસળેલું કેળું

* 1 ચપટી કાળી મરી, પીસેલી

* 1 ચમચી મસળેલું પનીર

* 1/2 ચમચી અખરોટ, દાણાદાર પીસેલું

* 1 ચમચી રિફાઇંડ તેલ

* 1 ચમચી આદુ પેસ્ટ

* 1 ચમચી સમારેલુ લીલુ મરચુ

* 1/4 કપ લીલી બીન્સ

* 2 ચપટી મીઠું

* 1 ચમચી માવો

* 1 ચપટી મીઠું

* 1/4 કપ બાફેલા-કસેલા બટાકા

* 1/2 ચમચી બદામ પાવડર

* 1/2 ચમચી લાલ મરચુ પાવડર

અખરોટનાં કબાબ બનાવવાની વિધિ :

સ્ટેપ 1

એક પૅન લો. તેમાં તેલ ગરમ કરો. પછી આદુ, લસણ પેસ્ટ નાંખી સમારેલા લીલા મરચા, બાફેલા અને પીસેલા અખરોટ, સમારેલી ફ્રેંચ બીન્સ, કાજુ પાવડર, મીઠું, હળદર, ધાણા પાવડર, લાલ મરચુ પાવડર અને માવો મિક્સ કરો.

સ્ટેપ 2

એક અન્ય વાટકામાં મસળેલુ કેળુ, મીઠું, કૂટેલી કાળી મરી, બાફેલા અને ઘસેલા બટાકા, ઘસેલું પનીર, બદામ, અખરોટ પાવડર તથા લાલ મરચુ પાવડર મિક્સ કરો.

સ્ટેપ 3

હવે બંને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ 4

હવે મિશ્રણમાંથી નાના-નાના ભાગ લઈ ટિક્કીઓ બનાવો. પૅનમાં તેલ નાંખો અને તેમાં ટિક્કીઓને બંને સાઇડ તળો.

સ્ટેપ 5

એક વખત તળી લીધા બાદ તેમને પ્લેટમાં કાઢો અને ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરો.

English summary
One of the tasty and unique Mughlai snack recipe, Akhrot Kebabs are made from a rich collection of dry fruits such as walnuts, almonds and cashews with a blend of Indian spices.
Story first published: Thursday, December 15, 2016, 12:21 [IST]
X
Desktop Bottom Promotion