વીક એન્ડ પર સાંજે બનાવવાનું ના ભૂલો દહીની ટિક્કી

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

દહીની ટિક્કી, નોર્થ ઈન્ડિયામાં ઘણી વધારે પસંદ કરવામાં આવે છે.તેને સાંજના સમયે ચાની સાથે ખાઓ કે પછી જુઓ. તેને બનાવવી ઘણી સરળ છે અને જ્યારે તમે તેન ફુદીનાની ચટણીની સાથે ખાશો તો આંગળીઓ ચાટતા રહી જશો.

આ દહીની ટિક્કીમાં વધારે સામગ્રીઓની જરૂર નથી પડતી. તમારા કીચનમાં જે કંઈ પણ હાજર છે તમે તેનાથી જ તેને બનાવી શકો છો. આવો હવે વગર મોડું કર્યે જાણીએ બટાટા દહી ટિક્કી બનાવવાની રેસિપી.

Dahi Tikka Recipe

સામગ્રી-

બટાટા - ૮

લીલાં મરચાં - ૧૦

લસણ - ૮ થી ૧૦ કળીઓ

આદું - ૧ ઈંચ પીસ

શેકેલો ચણાનો લોટ - ૧૧/૨ ટીસ્પૂન

કોર્ન ફ્લોર - ૧ ટીસ્પૂન

લાલ મરચાંનો પાવડર - ૩ ચમચી

ગરમ મસાલાનો પાવડર - ૩ ચમચી

દહી - ૨ કપ

કેસર - એક ચપટી

સેવ - ગાર્નિશ કરવા માટે

ઘી - જરૂરિયાત મુજબ

સ્વાદ મુજબ મીંઠુ

બનાવવાની રીત-

૧. દહીને એક મલમલના કપડાંમાં બાંધીને લટકાવી દો અને તેનું બધું પાણી નીકળી જવા દો.

૨. બટાટાને બાફીને છોલી લો. પછી લસણ, લીલાં મરચાં અને આદુને છોલીને કાપી લો.

૩. હવે ચણાનો લોટ, મીંઠુ, કોર્ન ફ્લોર, લાલ મરચાંનો પાવડર અને ગરમ મસાલો મિક્સ કરો. પછી તેમાં બાફેલા બટાટા નાંખો.

૪. તેના પછી તેમાં આદુ અને મરચા નાંખો. બધી વસ્તુને મિક્સ કરીને ટિક્કી તૈયાર કરો.

૫. નોન સ્ટિક પેનમાં થોડું તેલ ગરમ કરો.

૬. હવે એક એક ટિક્કીને શેકી લો. પછી ટિક્કિઓને પ્લેટમાં નાંખીને તેના ઉપર એક ચમચી દહી નાંખો.

૭. દહીની ઉપર કેસર અને સેવ ગાર્નિશ કરીને સર્વ કરો.

Read more about: snacks
English summary
Dahi Tikka (or Aloo Dahi Tikka) is a popular North Indian street food / evening snack item. Very easy and simple to make, it is best served with a chutney of choice or ketchup.
Story first published: Wednesday, June 7, 2017, 12:20 [IST]