ગરમા ગરમ ચા સાથે ખાવો કોથમીરના ટેસ્ટી કટલેટ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

સાંજનો સમય હોય અને ચા સાથે ભજીયા કે કટલેટ ન હોય, એવુ તો મુશ્કેલ છે. સાંજ જ્યારે થોડીક પણ ભૂખ લાગે છે, ત્યારે મન થાય છે કે કાંઇક ચટપટુ કે તીખુ ખાઇએ.

સાંજનો સમય હોય અને ચા સાથે ભજીયા કે કટલેટ ન હોય, એવુ તો મુશ્કેલ છે. સાંજ જ્યારે થોડીક પણ ભૂખ લાગે છે, ત્યારે મન થાય છે કે કાંઇક ચટપટુ કે તીખુ ખાઇએ. તેથી આજે અમે આપને કોથમીરથી તૈયાર કટલેટ બનાવતા શિખવાડીશુ.

આ કોરિએંડર કટલેટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં બટાકા નથી નાંખવામાં આવતાં, પણ તે બેસન અને કોથમીર વડે તૈયાર થાય છે. તેમને જે કોઈ પણ એક વાર ખાશે, તે વારંવાર ખાવાની જિદ કરે છે. આવો જાણીએ કોથમીર કટલેટ.

પકાવવામાં સમય - 10 મિનિટ

Coriander cutlets recipe

સામગ્રી :

* 1 ઝુડી કોથમીર

* થોડુંક બેસન

* જીરૂં

* મરચા પાવડર

* ગરમ મસાલા પાવડર

* મીઠું - સ્વાદ મુજબ

* તેલ - ફ્રાય કરવા માટે

બનાવવાની વિધિ :

1. સૌપ્રથમ કોથમીરને સાફ કરીને ધોઈ લો અને ઝીણી સમારીલો.

2. પછી એક વાટકામાં કોથમીર, 1 કપ બેસન, અડધી ચમચી જીરૂં, 1 ચમચી મરચુ પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને મીઠું મેળવો.

3. આ તમામને હાથોથી મિક્સ કરો અને લોટ તૈયાર કરો.

4. લોટનાં કટલેટ બનાવો અને તેમને તેલમાં તળી ગોલ્ડન બ્રાઉન કરો.

5. પછી તેમને કૅચ-અપ સાથે સર્વ કરો.

English summary
Here is how to cook coriander cutlets recipe in an easy way. This snacks is very easy to prepare....
Story first published: Friday, March 3, 2017, 15:00 [IST]