For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યમ્મી ચોકલેટ સેંડવિચ રેસિપી

By KARNAL HETALBAHEN
|

બાળકોને બ્રેકફાસ્ટ ખવડાવવામાં મા-બાપને ખૂબ મહેનત કરવી પડે છે. એવામાં જો તમે તેમની મસપંસદ બ્રેકફાસ્ટ રેસિપી બનાવીશો તો તમારા બાળકો તેને ખુશીથી ખાઇ લેશે.

આજે અમે તમને યમ્મી ચોકલેટ સેંડવિચ બનાવતાં સિખવાડીશું. જે દરેક બાળકને પસંદ આવે છે. આવો જોઇએ તેની સરળ રેસિપી. તેને બનાવવામાં તમે ઘણા બધા ફળોનો ઉપયોગ કરી શકો છો.

કેટલા- 2

તૈયારીમાં સમય- 5 મિનિટ રાંધવાનો સમય- 5 મિનિટ

સામગ્રી- બ્રેડ સ્લાઇસ- 4

ચોકો ચિપ્સ-1/2 કપ કેલા- 1 બટર- થોડું

રીત-

1. બધી સામગ્રીઓને એકઠા કરી લો. કેળાની પતળી સ્લાઇસ કરી લો અને સેંડવિચ મેકરને ગરમ કરીને તેના પર બટર લગાવી લો.

2. હવે બ્રેડની સ્લાઇસ લઇને તેના પર બટર લગાવો અને ચોકો ચિપ્સ ફેલાવો. 3. પછી તેના પર કેળાની સ્લાઇસ લગાવો અને તેને બીજી બ્રેડ વડે બંધ કરીને ઉપરથી થોડું બટર લગાવો.

3. જો તમને ચોકો ચિપ્સ મળતા નથી, તો તમે તેની જગ્યાએ ન્યૂટેલાનો પણ ઉપયોગ કરી શકો છો. 5. સેંડવિચમાં વધુ ચોકો ચિપ્સ ના રાખો, નહી તો તે વહેવા લાગશે.

4. સેંડવિચ પર બટર લગાવ્યા પછી તેને સેંડવિચ મેકરમાં મુકીને તૈયાર કરો અને જ્યારે તે તૈયાર થઇ જાય, ત્યારે તેને ફ્રૂટ જ્યૂસ અથવા દૂધની સાથે બાળકોને સર્વ કરો.

Read more about: veg
English summary
A grilled chocolate sandwich is a perfect breakfast recipe for kids. Here is a recipe of Chocolate Sandwich recipe..
Story first published: Friday, March 10, 2017, 13:45 [IST]
X
Desktop Bottom Promotion