ગરમા ગરમ રાઇસ સાથે ખાવો ચિકન ટિક્કા મસાલા

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ચિકન ટિક્કા મસાલા એક બોનલેસ ચિકન રેસિપી છે કે જે સમગ્ર દુનિયામાં ખૂબ પૉપ્યુલર છે. આ રેસિપીમાં ચિકનનાં પીસને મસાલો લગાવી ગ્રિલ કરી દેવામાં આવે છે અને તેને ગ્રેવીમાં પકવવામાં આવે છે.

ચિકન ટિક્કા મસાલા એક બોનલેસ ચિકન રેસિપી છે કે જે સમગ્ર દુનિયામાં ખૂબ પૉપ્યુલર છે. આ રેસિપીમાં ચિકનનાં પીસને મસાલો લગાવી ગ્રિલ કરી દેવામાં આવે છે અને તેને ગ્રેવીમાં પકવવામાં આવે છે.

આ ચિકન ટિક્કા મસાલા ખૂબ જ ટેસ્ટી હોય છે કે જેને આપ ઘરે પણ સરળતાથી પકાવી શકો છો. જો આપને તેની રેસિપી જાણવી હોય, ચો જરૂર વાંચો અમારો આ લેખ.

Chicken Tikka Masala recipe

કેટલા - 4 સભ્યો માટે

સામગ્રી -

* 6 ચિકન થાઈ પીસ બોનલેસ

ટિક્કાને મૅરીનેડ કરવાની સામગ્રી

* 6 ચમચી દહીં

* 1 ચમચી લાલ મરચુ પાવડર

* 1 ચમચી લસણ પેસ્ટ

* 2 ચમચી આદુ પેસ્ટ

* 1 ચમચી જીરૂં પાવડર

* 1 ચમચી ગરમ મસાલા પાવડર

* 4-5 ચમચ લિંબુ રસ

* મીઠું - સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવાનીસામગ્રી

* 2 ટામેટા

* 1 ડુંગળી

* 1 ચમચી આદુ લસણ પેસ્ટ

* 1/2 ચમચી જીરૂં પાવડર

* 1/4 કપ દૂધ

* 1 નાની ચમચી ખાંડ

* મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની વિધિ :

1. ચિન ટિક્કા મસાલા બે વિધિથી બનાવવામાં આવે છે. પ્રથમ ટિક્કા તૈયાર કરવામાં આવે છે અને પછી તેની ગ્રેવી.

2. ટિક્કા તૈયાર કરવા માટે મૅરીનેડની નીચે જે-જે સામગ્રીઓ આપવામાં આવેલી છે, તેમને મેળવી લો.

3. પછી ચિકનનાં પીસને નાના-નાના પીસમાં કાપી ધોઈને પાણી ગાળી લો.

4. હવે મિક્સ્ડ પેસ્ટમાં ચિકન નાંખી 1 કલાક માટે મૂકી દો.

5. તે પછી ચિકન પીસને ઇચ્છો તો ગ્રીલ કરો અથવા પછી ઓવનમાં ગોલ્ડન પ્રાઉન થવા સુધી પકાવો.

6. ચિકનને પકાવતી વખતે તેની ઉપર બટર કે તેલ જરૂર લગાવો કે જેથી તે કોમળ બન્યું રહે અને હા, તેને વધુ ન પકાવો, નહિંતર તે બળી શકે છે.

7. ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાંખો.

8. તેને થોડુંક ફ્રાય કરીતેમાં સમારેલી ડુંગળી નાંખો.

9. આંચ તેજ કરીદો અને ડુંગળી પકવી લો. જ્યારે ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેમાં સમારેલા ટામેટા નાંખી મધ્યમ આંચ પર ફ્રાય કરો.

10. જ્યારે મસાલામાંથી તેલ છુટું પડવા લાગે, ત્યારે જીરૂં અને ધાણા પાવડર મિક્સ કરો.

11. હવે તેમાં મીઠું અને ખાંડ મેળવી થોડીક જ મિનિટમાં ચિકન ટિક્કા પીસી લો.

12. હવે ધીમી આંચ પર તેને 5 મિનિટ સુધી પકાવો. તે પછી આંચને તેજ કરી દો અને તેમાં ધીમે-ધીમે કરીને દૂધ નાંખો. સાથે જ તેને હલાવતા રહો.

13. એક વાર જ્યારે ગ્રેવી ગાઢી થઈ જાય, ત્યારે આંચ બંધ કરી દો.

14. પછી તેને કોથમીરથી ગ્રાનિશ કરો અને રાઇસ સાથે સર્વ કરો.

English summary
This must be the single most popular indian dish that got popularized by British around the world.
Story first published: Friday, December 9, 2016, 14:00 [IST]