For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચટપટું ચિકન મોમોઝ

By Lekhaka
|

મોમોઝ ખાઈને દરેકના મોંઢામાં પાણી આવી જાય છે. તે એ લોકોને વધુ પસંદ આવે છે જે નાસ્તામાં કંઈ હળવું અને મસાલા વગરનું ખાવાનું પસંદ કરે છે. શું તમે ક્યારેય પણ ચિકન મોમોઝ ખાધું છે કે પછી ક્યારેય પણ તેને ઘરે બનાવવાનું વિચાર્યું છે. જો ના તો, કેમ નહી તેને તમારા ઘરે જ બનાવીને જોયું જાય કે તે કેટલી સરળતાથી બની શકે છે. ચિકન મોમોઝ, બાળકોને મોટાભાગે વધુ પસંદ આવે છે, એટલે મોડું કર્યા વગર બનાવી લો આ ડિશને.

સામગ્રી-

 • ૨૫૦ ગ્રામ બાફેલું અને પીસેલું ચિકન,
 • ૫૦૦ ગ્રામ મેંદો,
 • ૨ ચોપ કરેલી ડુંગળી,
 • ૨ લીલાં મરચા,
 • ૧ ઈંચ આદું છીણેલું,
 • ૨ પીસીલા લસણ,
 • ૧ ચમચી સોયા સોસ,
 • ૧ ચમચી તેલ.

રીત-

 1. એક કટોરામાં મેંદો, તેલ અને મીંઠુ નાખીને મેળવી લો.
 2. મુલાયમ લોટ તૈયાર કરવા માટે તેમાં પાણી મેળવો. તેના પછી મરચાં, ડુંગળી, આદું અને લસણને સારી રીતે ચોપ કરીને ચિકનની સાથે મેળવી દો.
 3. તેમાં સોયા સોસ પણ નાંખો અને એક બાજુ મૂકી દો. તે લોટની નાની નાની લૂઈ બનાવીને વણી લો.
 4. તેમાં વચ્ચે ૧ ચમચી મેળવેલી સામગ્રીને ભરી લો અને લોટને કિનારીથી સીલ કરીને બંધ કરી દો.
 5. હવે લગભગ ૨૦ મિનીટ સુધી આ પોટલીને સ્ટીમ કરો.
 6. તમારું સ્ટીમ ચિકન મોમોઝ ખાવા માટે બિલકુલ તૈયાર છે.
 7. તેને ટામેટા અને ગાર્લિક સોસની સાથે ગરમ ગરમ પીરસો.
English summary
If you have not tried chicken momos, see to it the ingredients and methods given below and enjoy this yummy snack from your home.
Story first published: Friday, February 3, 2017, 14:30 [IST]
X